જો તમે પણ લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનું અથવા સોનાના ઘરેણાં(Gold jewelry) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. આ ટ્રેડિંગ સપ્તાહના સતત બીજા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. મંગળવારના રોજ, સોનું આગલા ટ્રેડિંગ દિવસના સોમવારની સરખામણીમાં 34 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું, જ્યારે ચાંદીમાં 160 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો. આ ઘટાડા પછી, સોનું લગભગ 4749 રૂપિયા અને ચાંદી ઓલ ટાઈમ હાઈથી 13,512 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.
વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 41 દિવસથી ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલી વધઘટ વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ છે અને સોનાના ભાવમાં તેજી જોવા મળી તેમજ ચાંદીમાં પણ હલચલ જોવા મળી રહી છે મંગળવારે સોનું 34 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું અને 51,451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પહેલા સોમવારે સોનું 51,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 160 રૂપિયા સસ્તી થઈને 66,468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ પહેલા મંગળવારે ચાંદી 66,628 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ હતી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,785, 8 ગ્રામનાં ₹38,280, 10 ગ્રામનાં ₹47,850, 100 ગ્રામનાં 4,78,500 રૂપિયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,219, 8 ગ્રામનાં ₹41,752, 10 ગ્રામનાં ₹52,190, 100 ગ્રામનાં 5,21,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.30, 8 ગ્રામનાં ₹530.40, 10 ગ્રામનાં ₹ 663, 100 ગ્રામનાં ₹6,630, 1 કિલોનાં 66,300 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,788, 8 ગ્રામનાં ₹38,304, 10 ગ્રામનાં ₹47,880, 100 ગ્રામનાં 4,78,800 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,222, 8 ગ્રામનાં ₹41,776, 10 ગ્રામનાં ₹52,220, 100 ગ્રામનાં 5,22,200 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.30, 8 ગ્રામનાં ₹530.40, 10 ગ્રામનાં ₹ 663, 100 ગ્રામનાં ₹6,630, 1 કિલોનાં 66,300 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,788, 8 ગ્રામનાં ₹38,304, 10 ગ્રામનાં ₹47,880, 100 ગ્રામનાં 4,78,800 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,222, 8 ગ્રામનાં ₹41,776, 10 ગ્રામનાં ₹52,220, 100 ગ્રામનાં 5,22,200 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.30, 8 ગ્રામનાં ₹530.40, 10 ગ્રામનાં ₹ 663, 100 ગ્રામનાં ₹6,630, 1 કિલોનાં 66,300 રૂપિયા નોંધાયા છે.
14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
આ રીતે 24 કેરેટ સોનું મંગળવારે 34 રૂપિયા ઘટીને 51,451 રૂપિયા સસ્તું થયું, 23 કેરેટ સોનું 34 રૂપિયા ઘટીને 51,245 રૂપિયા સસ્તું થયું, 22 કેરેટ સોનું 31 રૂપિયા ઘટીને 47129 રૂપિયા સસ્તું થયું, 18 કેરેટ સોનું 26 રૂપિયા ઘટીને 38588 રૂપિયા સસ્તુ થયું અને 14 કેરેટ સોનું 20 રૂપિયા સસ્તું થયું અને 30,099 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
આ રીતે જાણો સોનાની શુદ્ધતા:
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.