સોના-ચાંદીના ભાવમાં થયો ફરી એક વાર ઘટાડો, એક ક્લિક પર જાણીલો તમારા શહેરનો ભાવ

દેશમાં આજે સોનાની કિંમતમાં ફરી એક વાર ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ 22 કેરેટ સોનાની કિંમત 47,040 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ગઈ કાલે 22 કેરેટ સોનાની કિંમત 47,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જયારે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ ઘટીને 67,101 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

વિશ્વ બજારમાં હાજર સોનાની કિંમતમાં 0.1%નો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જયારે વાયદામાં 0.18%નો ઉછાળો થયો છે અને સોનું 1801.82 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.

જાણીએ મોટા શહેરના સોનાના ભાવો:

મુંબઈ શહેરમાં 22 કેરેટ સોનું- 47,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. જયારે 24 કેરેટ સોનું- 48,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે.

દિલ્હી શહેરમાં 22 કેરેટ સોનું- 47,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. જયારે 24 કેરેટ સોનું- 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે.

ચેન્નઈ શહેરમાં 22 કેરેટ સોનું- 45,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. જયારે 24 કેરેટ સોનું- 49,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે.

બેંગલુરુ શહેરમાં 22 કેરેટ સોનું- 44,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. જયારે 24 કેરેટ સોનું- 49,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે.

કોલકાતા શહેરમાં 22 કેરેટ સોનું- 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. 24 કેરેટ સોનું- 50,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:

શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.

  • એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે.
  • એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે.
  • એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
  • આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *