IDBI બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક: જાણો પગાર, લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ

IDBI Bank Recruitment 2024: બેંકમાં નોકરીની શોધમાં છો? તો તમારા માટે સુવર્ણ તક છે. આઈડીબીઆઈ બેંકે એક ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના અનુસાર બેંકમાં(IDBI Bank Recruitment 2024) 50થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.

IDBI બેંક ભરતી 2024: પોસ્ટની સંખ્યા
IDBI બેંક ભરતી 2024 ડ્રાઇવનો ઉદ્દેશ્ય 56 ખાલી જગ્યાઓ ભરવાનો છે, જેમાંથી 25 ખાલી જગ્યાઓ AGM એટલે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ C અને 31 મેનેજર ગ્રેડ B માટે છે.

IDBI બેંક ભરતી 2024: વય મર્યાદા
એજીએમ-ગ્રેડ સીની પોસ્ટ માટે, ઉમેદવારની લઘુત્તમ વય 28 અને મહત્તમ વય 40 વર્ષ હોવી જોઈએ. જ્યારે મેનેજર-ગ્રેડ બીના પદ માટે લઘુત્તમ વય 25 અને મહત્તમ વય 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

IDBI બેંક ભરતી 2024: આવશ્યક લાયકાત
એજીએમ-ગ્રેડ સીની પોસ્ટ માટે, એક માન્ય યુનિવર્સિટીમાંથી પીજી ડિગ્રી હોવી જોઈએ. જ્યારે મેનેજર-ગ્રેડ બીની પોસ્ટ માટે સ્નાતકની ડિગ્રી જરૂરી છે.

IDBI બેંકમાં માટે ખાલી જગ્યા
મેનેજરની 56 જગ્યાઓ છે

IDBI બેંક ભરતી 2024: અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 1000 છે. જ્યારે SC, ST કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયા ચૂકવવા પડશે.