પશુપાલકો માટે સારા સમાચાર: આ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલા રૂપિયાનો થશે ફાયદો

Milk Price Hike: બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરી દ્વારા દુધના ભાવમા પ્રતીકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો(Milk Price Hike) કરાયો છે.…

Milk Price Hike: બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરી દ્વારા દુધના ભાવમા પ્રતીકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો(Milk Price Hike) કરાયો છે. પહેલાં 772નો ભાવ હતો જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે જે આવતીકાલથી અમલમાં આવશે.

પ્રતિકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો
બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકો માટે યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરીમાં દુધના ભાવમાં પ્રતિકિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા પશુપાલકોને 772 રૂપિયાનો ભાવ મળતો હતો. જે હવે 782 રૂપિયાનો ભાવ મળશે. આમ દુધના ભાવમાં પ્રતિકિલો ફેટમાં 10 રૂપિયાનો ભાવ વધારો કરાતા પશુપાલકોને લાભ થશે.

આવતીકાલથી નવો ભાવ લાગુ થશે
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરીત મધુસુદન ડેરી દ્વારા દુધના ભાવમા વધારો કરાયો છે. જે આવતીકાલથી લાગું થશે તેમ બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ભોળાભાઈ રબારીએ માહિતી આપી હતી.

પશુપાલકોમાં આનંદ જોવા
છેલ્લા લાંબા સમયથી પશુપાલકો ઇચ્છતા હતા કે તેમને દૂધના વધારે ભાવ મળે .અને આખરે તેમની ઇચ્છા પૂરી થઇ.બોટાદ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘની બેઠક યોજાઇ હતી.જેમાં પશુપાલકોને દૂધનો વધારે ભાવ આપવાનો નિર્ણય લેવાયો હતો.દૂધના વધારે ભાવ મળતા થતા પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.