મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ દુનિયાને હાલ સારા સમાચાર આપ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, મંગળની ગ્રાન્ડ કેન્યોનમાં મોટી માત્રામાં પાણી મળી આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર, મંગળ પર પાણીનો આ વિશાળ જળાશય વેલેસ મરીનર્સની સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે છે. વેલેસ મરીનર્સ એ 3862 કિમીના વિસ્તારમાં ફેલાયેલી ખૂબ મોટી ખીણ છે.
જણાવી દઈએ કે, કેન્ડોર કેઓસ વેલી એ વેલેસ મરીનર્સ નેધરલેન્ડના આકારનો એક ભાગ છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ ખીણમાં પાણીનો મહત્તમ જથ્થો મળી શકે છે. આ સંશોધનના સહાયક લેખક એલેક્સી માલાખોવે જણાવ્યું છે કે સંશોધન દર્શાવે છે કે વેલેસ મરીનર્સનો મધ્યવર્તી ભાગ પાણીથી ભરેલો છે. તેમનું કહેવું છે કે અહીં ધાર્યા કરતા વધુ પાણી છે. પૃથ્વી પરના બરફથી ઢંકાયેલા વિસ્તારો આના જેવા રહ્યા છે. અહીં નીચા તાપમાનને કારણે સૂકી જમીનની નીચે બરફ જામી જાય છે.
2006માં યુએસ સ્પેસ એજન્સી નાસાએ કેટલીક તસવીરો જાહેર કરી અને જણાવ્યું કે મંગળ પર પાણીના પુરાવા મળ્યા છે. નાસા દ્વારા શેર કરાયેલા ફોટામાં જણાયું હતું કે મંગળ પર 1999 થી 2001 વચ્ચે પ્રવાહી પાણી હતું. 31 જુલાઈ, 2008ના રોજ નાસાના ફોનિક્સ માર્સ લેન્ડરે પુષ્ટિ કરી કે મંગળ પર બરફ છે. આમાં પૃથ્વી પર હાજર પાણીમાં રહેલા તત્વો પણ મળી આવ્યા છે.
મંગળ પર ઘણી સૂકી ખીણો અને નદીઓના પ્રદેશો છે. એવું અનુમાન છે કે એક સમયે ત્યાં પાણી વહેતું હતું. અત્યાર સુધી જે પાણી મળ્યું હતું તે ખૂબ જ ઊંડાઈએ બરફના રૂપમાં હતું. હવે યુરોપીયન સ્પેસ એજન્સીની શોધમાં સામે આવ્યું છે કે બરફ માત્ર ત્રણ ફૂટ નીચે હાજર છે. અબજોપતિ એલન મસ્ક મંગળ પર માનવ વસાહત સ્થાપવા માંગે છે. તેના માટે આ શોધ એક સારા સમાચાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.