i khedut 2024: રાજ્ય સરકારે બાગાયતી પાકો જેવા કેળ, આંબા, કમલમ ની ખેતી માટેની સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે. જેના માટે આઇ ખેડુત પોર્ટલ (i khedut 2024) ખોલવામાં આવ્યું છે. સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ચાલુ તથા નવી બાબતની યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.21/11/2024 થી તા. 20/12/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
જેમાં ખેડૂત મિત્રોએ લાભ લેવા પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના 11:00 કલાક થી સાંજના 5:00 કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને ikhedut.gujarat.gov.in સાઇટ પર સમયસર અરજી કરવી.
અરજી કર્યા બાદ અરજીની કોપી સાથેના સાધનિક કાગળો દિન- ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત ખાતે જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે ફોન નં : 0261-2655948 પર સંપર્ક કરવો.
અરજી કરવાના ઘટકોમાં નવી બાબત તરીકે ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા,દાડમ,જામફળ,સિતાફળ,કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) જયારે ચાલુ બાબત તરીકે દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય મેળવવા અરજી કરવા માટે સુરત નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App