કામરેજની જનતા માટે ખુશીના સમાચાર; મંત્રી પ્રફુલ પાનસેરીયા એક્શન મોડમાં; જાણો સમગ્ર મામલો

રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ
Surat News: રાજ્ય શિક્ષણ મંત્રી એક્શન મોડમાં; કામરેજની જનતા માટે ખુશીના સમાચાર છે. ટૂંક સમયમાં જ ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે. આચાર સહિતા પૂરી થતાં આજે કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયએ સંકલન સમિતિની(Surat News) બેઠક યોજી અને દબાણો દૂર કરી રસ્તા પોહળા કરવાની સૂચના આપી.

છેલ્લા કેટલાક સમયથી કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે આજરોજ કામરેજ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામરેજ તાલુકા પંચાયત ખાતે સંકલન સમિતિની બેઠક યોજતી હતી. બેઠકમાં કામરેજ પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક થઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનુ દબાણ દૂર કરી યુદ્ધ ના ધોરણે ચોમાસા પેહલા રસ્તાનુ કામ પૂર્ણ કરવા અધિકારીઓ ને સૂચના આપી હતી,

સાથે સાથે મંત્રીએ જણાવ્યુ હતું કે કામરેજમાં સાતસો કરોડના ખર્ચે થઈ રહેલા ડ્રેનેજ લાઈનનુ કામ પૂર્ણતાને આરે આવી ગયુ છે અને પાંચસો કરોડથી વધુના ખર્ચે પાણીની લાઇનનુ પણ કામ શરૂ થનાર છે. જે માટે જમીન સંપાદન કરવી અને વારીગૃહ ક્યા બનાવવુ તે બાબતે વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી .

વધુમાં પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતુ કે કામરેજ ચાર રસ્તા પર ગત વર્ષે જે નો પાર્કિંગનુ જાહેર નામુ બહાર પડાયું હતું. તેનુ પણ કામરેજ પોલીસ ને કડક અમલ કરવા સૂચના આપી હતી. આજની સંકલન સમીતી ની બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એ પણ ઉપસ્થિત રહી પ્રજાના સુખાકારી માટે ચર્ચા ભાગ લઈ સૂચનો આપ્યા હતા.