ગુગલ પોતાના પ્લે સ્ટોરમાંથી બે સૌથી પોપ્યુલર એપ્સને રિમૂવ કરી દીધી છે. ગુગલનું કહેવું છે કે આ એપ્સમાં તેને મેલિસિયસ કોડ મળ્યો છે જે એડવેયરની જેમ કામ કરી રહ્યું હતું. ગુગલે દરેક યુઝર્સને સલાહ આપતા આ બન્ને એપ્સને જલ્દીમાં જલ્દી ડિલિટ કરવા કહ્યું છે.
Sun Pro Beauty Camera અને Funny Sweet Selfie Camera, આ બન્ન એપ્સ ગુગલ પ્લે સ્ટોર પર ખુબ પ્રસિદ્ધ છે અને એપ્સને 15 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. ગુગલનું કહેવું છે કે આ બન્ને એપ્સ પોપ-અપ એડ દ્વારા પૈસા કમાઈ રહી હતી.
ત્યાં જ આ એડ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહેતા અને અને યુઝર્સને મુશ્કેલી થઈ રહી હતી. સાથે જ ફોનની બેટરી પણ જલ્દી ડાઉન થઈ ગતી હતી. ગુગલે દરેક યુઝર્સને આ એપ્સને પોતાના સ્માર્ટફોનમાંથી અન-ઈન્સ્ટોલ કરવા માટે કહ્યુ છે. મોબાઈલ સિક્યોરિટી ફર્મ વંડોરાનો દાવો છે કે બન્ને એપ્સમાં અનવોન્ટેડ એડ ઉપરાંત ખુબ મેલિસિયસ કોડ પણ હતા.
બન્ને એપ્સ બીજી પરમિશન્સની જેમ એડિયો રેકોર્ડિંગની પરમિશન પણ માંગતી હતી. જોકે આ પહેલી વખત નથી થયુ જ્યારે ગુગલે મેલિસિયસ કોડના કારણે એપ્સને ડિલીટ કરી હોય. હાલમાં જ ગુગલમાં ખુબ પોપ્યુલર એપ CamScannerને પણ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લીધી હતી. જોકે CamScannerએ તરત જ સમસ્યાને સોલ્વ કરી લીધી હતી અને ગુગ સ્ટોર પર રિપબ્લિશ કરી દીધુ હતું.
હાલમાં જ ગુગલે ડેવલોપર્સ માટે લીધેલા નિયમોને પણ સખત કરી દીધા છે. ગુગલના નવા નિયમો અનુસાર નવી એન્ડ્રોયડ એપ્સને અપ્રુવલ મળવા માટે કમશે કમ ત્રણ દિવસનો સમય લાગ્યો. હવે ડેવલપર્સ પહેલાની જેમ સીધા જ એન્ડ્રોયડ એપને પબ્લિશ નહીં કરી શકે સાથે જ તેમને એપના અપ્રુવલ માટે હવે કોઈ નક્કી સીમા પણ નહીં બતાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.