પહેલી પત્નીની હત્યા કરી પોલીસથી બચી બીજી પત્ની સાથે પાંચ વર્ષ સુધી રહ્યા બાદ આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપી નામ અને સરનામું બદલી પોલીસને છેલ્લા પાંચ વર્ષથી ચકમો આપી રહ્યો હતો. આરોપી ઉપર આરોપ છે કે બીજી સ્ત્રી સાથે જીવન વ્યતિત કરવા માટે તેણે પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી. જેના બાદ તેના ઉપર ૧૫ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે ગોરખપુરના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના આવાસ વિકાસ કોલોનીનો રહેવાસી સિદ્દીક અલી આર્મીમાંથી વીઆરએસ લઈ ચૂક્યો છે. તેની પત્નીનું પાંચ વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું. તેણે પોતાની પત્નીનો અંતિમ સંસ્કાર કરી દીધો. આરોપીએ સીઆરપીએફમાં કમાન્ડો દીકરા તાલિબ અલીને માતાની સૂચના આપી ન હતી. જ્યારે તે રજાઓમાં પાછો આવ્યો તો તેને પોતાની માતાના મૃત્યુ વિશે ખબર પડી. ત્યાર બાદ પિતાના બીજી સ્ત્રી સાથેના સંબંધના કારણે તેને પિતા ઉપર જ માતાની હત્યા કરવાનો શક ગયો..
પોલીસ અધિકારી અમિતકુમાર શુક્લાનું કહેવું છે કે આ મામલામાં મૃતકના દીકરા તાલીબએ જ કેન્ટ પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ માતાને ઝહેર આપી મારવાની એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે તાલીમની ફરિયાદ પર તેના પિતા ઉપર આઈપીસીની ધારા 302, 328 અને 506 અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી હતી. દીકરાના કહેવાથી પોલીસે તેની માતાની હાડકામાં બદલાઈ ગયેલી લાશ ને કબરમાંથી કઢાવી તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.
આ વચ્ચે આરોપી વિરુદ્ધ પોલીસે પંદર હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરી દીધું. પોલીસથી બચવા માટે તે નામ અને સરનામું બદલી ત્યાં નોકરી કરતો રહ્યો. પોલીસની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગી રહ્યો ન હતો.
આ વચ્ચે પોલીસને તેના વિરુદ્ધ પુરાવાઓ મળ્યા તો પોલીસે હત્યામાં સંડોવાયેલા જિંદગીને 11 જૂનના રોજ ધરપકડ કરી લીધી. જોકે આ મામલે આરોપી સિદ્દીક અલીનું કહેવું છે કે તેની દિકરી અને દીકરાને તેનાથી જીવનું જોખમ હતું. તેણે તેમના ઉપર ચાકુ અને લાકડીથી હુમલો પણ કર્યો. પરંતુ દર વખતે તેનો દીકરો તેના ઉપર ભારે થઈ પડ્યો. તેણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી પરંતુ તે કેસ હારી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news