સરકારે ભાંગની ખેતી કરવાની આપી મંજૂરી, જાણો શું ફાયદો થશે?

Cannabis cultivation: હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુખુ સરકારે શુક્રવારે મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટ એ સૈદ્ધાંતિક રૂપે ભાંગની ખેતીને મંજૂરી આપી છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહનું 27 ડિસેમ્બર 2017ના રોજ નિધન થઈ ગયું હતું. તેના દીકરા (Cannabis cultivation) વિક્રમાદિત્ય સિંહ આ સમયે સુક્ખી કેબિનેટમાં મંત્રી છે. હવે વીરભદ્ર સિંહના નામની એક કોલેજ પણ શરૂ કરવામાં આવશે.

કેબિનેટના નિર્ણયની મોટી વાતો
કેબિનેટએ હિમાચલ પ્રદેશમાં હોમ સ્ટે નીતિ પર પણ મહોર મારી છે. ઉલ્લુ જિલ્લામાં આગની ઝપેટમાં આવેલા મકાન ધારકોને 7 લાખની મદદ કરશે. આંશિક રીતે બળેલા મકાનને 1 લાખ અને ગૌશાળા માટે 50000 રૂપિયા આપવાની મંજૂરી આપી છે.

બસ બોલેરો અને બાઈક ખરીદીને મંજૂરી
કેબિનેટ એ 24 નવી vs6 વોલ્વો બસોની ખરીદીને મંજૂરી આપી છે. સુખુ સરકારે પીડબ્લ્યુડી વિભાગ માટે 50 બોલેરો ગાડી ખરીદવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત અધિકારીઓ માટે 100 બાઈક ખરીદવાની પણ મંજૂરી આપી છે.

રોબોટિક સર્જરી માટે મશીન ખરીદવામાં આવશે
આ સાથે જ સરકારે આઈજીએમસી હોસ્પિટલ, ટીએમસી અને અન્ય હોસ્પિટલ માટે રોબર્ટિક સર્જરી થઈ શકે તેના મશીન ખરીદવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત ખાલી પડેલી સરકારી નોકરીઓ પર ભરતી કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે.