હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે શાળા-કોલેજ તેમજ તમામ ધંધા-રોજગાર પણ બંધ પડી ચુક્યા છે. હાલમાં શિક્ષણ માત્ર ઓનલાઈનનાં માધ્યમ દ્વારા જ શીખવાડમાં આવી રહ્યું છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.
હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વની સાથે જ ભારત તેમજ ગુજરાતમાં પણ રહેલી છે ત્યારે આ મહામારીની સામે લડવાં માટે સરકારે પણ જરૂરી પલગાં લીધા છે. એક ખુબ જ અગત્યનું પગલું હતું કે શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી તમામ શહેરમાં શાળા- કોલેજો બંધ રહેલી છે.
તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે આવાં બાળકોની માટે એક ખાસ જાણવાં જેવા તેમજ ચેતવા જેવાં સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે.જો, આપ પણ એક જાહેરાત ક્યાંય પણ વાંચી હોય કે જોઈ હોય તો વિશ્વાસ ન કરતાં.
दावा: कोरोना वायरस के कारण स्कूल और कॉलेज बंद होने के कारण छात्रों की शिक्षा प्रभावित हुई है, इसलिए सरकार सभी छात्रों को मुफ्त एंड्रॉइड स्मार्टफोन दे रही है #PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है. pic.twitter.com/LkFA2rMtSn
— PIB Fact Check (@PIBFactCheck) August 24, 2020
એવું જણાવવામાં આવી રહ્યું છે, કે કોરોના વાયરસને લીધે શાળા-કોલેજ બંધ હોવાને લીધે વિદ્યાર્થીનું શિક્ષણ પણ ઘણું બગડ્યું છે. સરકાર તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં એક-એક સ્માર્ટફોન પણ આપી રહી છે પણ આપ આ જાહેરાતનું સત્ય ન જાણતાં હોય તો જાણવું ખુબ જ જરૂરી છે.
આને કારણે આ જાણકારી માત્ર એક અફવા જ છે, એનાથી વધુ કંઈ નથી.’#PIBfactcheck’ એ આ દાવાને ખોટો ઠરાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જ ઘોષણા કરવામાં આવી નથી કે જેમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં એક-એક સ્માર્ટફોન આપવામાં આવે છે.
અહી ઉલ્લેખનીય છે, કે સરકાર દ્વારા અનલોક-4ની ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે તેમજ એ મુજબ હજુ એક મહિનો શાળા-કોલેજ બંધ રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews