અવારનવાર રાજ્ય તથા કેન્દ્ર સરકાર દેશના ગરીબ લોકો માંતેર કેટલીક યોજનાઓ લઈને આવતી હોય ચછે ત્યારે હાલમાં પણ આવી જ એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે. મોદી સરકાર અસંગઠિત શ્રમિકો માટે પહેલની શરૂઆત કરવા માટે જઈ રહી છે.
શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા 26 ઓગસ્ટનાં રોજ સમગ્ર દેશના અંદાજે 43.7 કરોડ અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવા માટે જઈ રહી છે. સરકારની આ પહેલથી દેશના તમામ અસંગઠિત કામગાર સુધી સામાજીક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચશે.
સમગ્ર દેશના અસંગઠિત શ્રમિક કે, જેઓ અનેકવિધ ક્ષોત્રોમાં કામ કરી રહ્યા છે તેમના ઓળખ પત્ર તથા આધાર કાર્ડના આધાર પર રેકોર્ડ તૈયાર કરાશે કે, જેથી યોજના બનાવી એને લાગુ કરી શકાય. આ યોજના અંતર્ગત દેશમાં હાજર 54 કરોડ શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર કરાશે. આ રજીસ્ટ્રેશનના આધાર પર દેશમાં અસંગઠિત-સંગઠિત શ્રમિકોની સંખ્યાની જાણકારી મેળવવામાં આવશે.
લોન્ચ થયો ઈ શ્રમ પોર્ટલનો લોગો:
ઈ શ્રમ પોર્ટલનો લોગો જાહેર કરવામાં આવશે તેમજ તે કઈ રીતે કામ કરશે તેનુ માળખુ શું હશે તેના પર શ્રમિક સંગઠનો દ્વારા વિચાર કરવામાં આવશે. પોર્ટલ પર સમગ્ર દેશના અસંગઠિત મજૂરોનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી શ્રમિકોને શું લાભ થશે તથા શ્રમિક સંગઠન શું ભુમિકા નિભાવી શકે તેના પર પણ વિચારણા કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.