હિમાચલ રાજ્યમાં હવે અમીર-ગરીબ, દરેક જાતિ, વર્ગ અને ત્યાં સુધી કે સરકારી કર્મચારી અને પેન્શન લેનારને પણ પ્રદેશની સરકાર મફતમાં LPG ની સેવા પૂરી પડશે. આ સેવા માટે શરત માત્ર એટલી છે કે તેમની પાસે કોઈ પહેલા ગેસના હોય. તે ઉપરાંત 2 ઓક્ટોબર 2019 સુધી અલગ થયેલા કે નવા પરિવારો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. 24 મે 2018 માં શરૂ કરવામાં આવેલી હિમાચલ ગૃહિણી સુવિધા યોજના હેઠળ પ્રદેશના 100 ટકા પરિવારોને સરકારે ઘરેલૂ ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
ખાદ્ય નાગરિક અને ગ્રાહક મામલા વિભાગના સચિવ અમિતાભ અવસ્થીએ 13 નવેમ્બરના રોજ યોજનાના સંશોધિત નિયમોની માહિતી જાહેર કરી છે. જેમાં અમીર લોકો, ઠેકેદારો અને સરકારી કર્મચારીઓ પણ મફતમાં LPG મેળવી શકશે.
મળેલી માહિતી અનુસાર, એવા પરિવારો જેમની પાસે હજુ સુધી કોઈ ગેસ કનેક્શન નથી અને તે જનરલ, એસ.સી., એસ.ટી. કે ઓ.બી.સી. જેવી શ્રેણી કે જાત સાથે સંબંધ ધરાવતા હોય, તેઓ સંબંધિત ગ્રામ કે પંચાયત અને નગર પરિષદની પાસે 30 નવેમ્બર 2019 પહેલા અરજી કરી શકે છે.
ફક્ત મહિલાના નામથી અરજી કરવામાં આવશે.
અરજી પત્રની સાથે પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષની સાથે બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષને સાથે મુકવાનું હશે. શરૂઆતમાં બી.પી.એલ. શ્રેણી અને અંત્યોદય શ્રેણીથી સંબંધિત પરિવારોને જ ગેસ કનેક્શન મળતા હતા. હવે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાની જેમ હિમાચલ સરકારે ગૃહિણી યોજના શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.