મુખ્યમંત્રી રુપાણી પોતાનો કોરોના સામેની કામગીરી ગણાવવાને બદલે છેલ્લા કેટલાક દિવસથી જ્માતીઓ પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આજે એક ખાનગી ન્યુઝ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે તબલીગી જમાતના કારણે અમદાવાદ અને સુરતમાં કોરોનાના 90 ટકા કેસ થયા. અમે સર્વેલેન્સ અને ટેસ્ટ પર ભાર આપ્યું છે. 70000 હજારથી વધુ ટેસ્ટ કરી ચૂક્યા છીએ. એકલા અમદાવાદ અને સુરતમાં 80 ટકાથી વધુ કેસ છે. બન્ને શહેરોમાં ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમે સંખ્યાથી હેરાન નથી. અત્યાર સુધી અમે 22000થી વધુ બેડની વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી કોરોનાની વિગતો શંકાના ઘેરામાં રહી છે. બે દીવસ અગાઉ અમદાવાદના સોશિયલ મીડિયા એક્ટીવ યુવાન સાગર સાવલીયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કાર્ય હતા અને જે સાચા પણ હતા. અમદાવાદમાં બે દિવસ અગાઉ 249 કેસ આવ્યા પણ મીડિયાને મળેલા લીસ્ટમાં તે દિવસે 379 કેસ ની વિગતો હતી. જયારે બીજા દિવસે જાહેર કરવમાં આવ્યા એ કેસમાં આગલા દિવસે આવેલા લીસ્ટમાંના દર્દીઓના નામ શામેલ હતા. મતલબ કે આગળના દિવસે 379 કેસ હોવા છતાં માત્ર 249 કેસની માહિતી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા સાગરે ફેસબુક પર લખ્યું હતું કે, “અમદાવાદમાં દરરોજ 200-200 કેસ આવે છે, દરરોજ 1500 આસપાસ ટેસ્ટ જ કરે છે. એટલે કા તો આ હુશિયાર IAS લોકો કેસની સંખ્યા વધે નહિ એવું બતાવવા માંગે છે કા તો આપણામાં 1500 થી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા નથી. એમાંય પેલા નેરા ભૈ ની ફોર્મ્યુલા તો ગજબ છે. ટેસ્ટની સંખ્યા લિમિટેડ કરીને કેહ, કેસ ડબલિંગ રેટ ઘટી ગયો…એમ તો સાવ ટેસ્ટ બંધ કરો તો કેસની સંખ્યા 0 થઈ જાય.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news