બેંકિંગ સેક્ટરમાં નોકરીની સુવર્ણ તક: ઓછામાં ઓછો 78 હજાર રૂપિયા પગાર મળશે- જલ્દી અહીંયા કરી લો આવેદન

હાલમાં જ બેંકિંગ સેક્ટરમાં(Banking sector) સરકારી નોકરીની(Government jobs) તૈયારી કરી રહેલા યુવાનો માટે નોકરીની એક ખુબ જ સુવર્ણ તક છે. જાણવા મળ્યું છે કે, બેંક…

હાલમાં જ બેંકિંગ સેક્ટરમાં(Banking sector) સરકારી નોકરીની(Government jobs) તૈયારી કરી રહેલા યુવાનો માટે નોકરીની એક ખુબ જ સુવર્ણ તક છે. જાણવા મળ્યું છે કે, બેંક ઓફ મહારાષ્ટ્રે(Bank of Maharashtra) જનરલિસ્ટ ઓફિસરની(Generalist Officer) 500 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જેના માટે સ્નાતક ઉમેદવારો(Graduate candidates) આજે રાત્રે 12 વાગ્યા સુધી બેંકની સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદ લેખિત પરીક્ષા 12 માર્ચ 2022 ના રોજ લેવામાં આવશે. એ પરીક્ષા દરમિયાન પસંદગી પામ્યા પછી ઉમેદવારોને GD/ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે.

મળેલી માહિતી અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 2 અને જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 3 માટે ભરતી કરવામાં આવશે. તેમાંથી, જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 2 માટે, પસંદ કરાયેલ ઉમેદવારને 48,170 થી 69,180 રૂપિયા અને જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 3 માટે, 63,840 થી 78,230 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

આ બેંકમાં નોકરી મેળવવા માટે અરજદારની લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે. જ્યારે જનરલિસ્ટ ઓફિસર સ્કેલ-II માટે, વધુમાં વધુ વય 35 વર્ષ હોવી જોઈએ જયારે જનરલિસ્ટ ઓફિસર સ્કેલ-III માટે, ઉમેદવારોની ઉંમર 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

બેંક ઓફ મહારાષ્ટ્ર 2022માં ભરતી માટે આ શૈક્ષણિક લાયકાતો હોવી આવશ્યક છે. જેમાં જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 2 અને જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 3 માટે માન્ય બોર્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમામ સેમેસ્ટર અથવા વર્ષોના એકંદરે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. તેમજ SC, ST, OBC, PWBDની કેટેગરી ધરાવતા ઉમેદવારોને ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય JAIIB અને CAIIB પાસ કરવું ફરજિયાત છે. અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા અથવા બોર્ડમાંથી CA, CMA અથવા CFA જેવી વ્યાવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

જનરલ, EWS, OBC કેટેગરીના અરજદારોએ 1180 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે SC અથવા ST કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 118 ફી ભરવાની રહેશે. જયારે PWBD/મહિલા ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેથી SC તેમજ ST કેટેગરીની મહિલા ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહિ. બેંક ઓફ મહારાષ્ટ્ર માં ભરતીની પરીક્ષા તારીખ 12 માર્ચ 2022 જાહેર કરવામાં આવી છે.

આ પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ આ પ્રમાણે અરજી કરવાની રહેશે. બેંકના કારકિર્દી પેજ bankofmaharashtra.in/current_openings પર સ્કેલ 2 અને સ્કેલ 3 પ્રોજેક્ટ 2022-23 માં જનરલ ઓફિસર્સ હેઠળ ‘ઓનલાઈન અરજી કરો’ આ લિંક પર ક્લિક કરો. તે પછી જરૂરી વિગતો સાથે નોંધણી કરો અને અરજી કરો. તે પછી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો. પછી ફોર્મ સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *