દારૂની કમાણી પર ચાલ્યું દાદાનું બુલડોઝર, રાજકોટમાં 38 બુટલેગરના ઘર થયા જમીનદોસ્ત

Dada’s bulldozer action in Rajkot: રાજકોટમાં 38 બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે 55 જેટલાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. જ્યા લૂંટ અને મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી, પ્રોહિબિશન સહિતના (Dada’s bulldozer action in Rajkot) આરોપીઓએ આ જગ્યાઓ પર કબજો જમાવ્યો હતો.

કુલ 2610 ચોરસમીટર જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું
રાજ્યભરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે રાજ્ય સરકાર દ્વારા તેમના ગેરકાયદે દબાણો દૂર કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપીઓ 8થી 10 ગુનામાં સંડોવાયેલા હતા તેવા 38 આરોપીનું એક લિસ્ટ તૈયાર કરી સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ દૂર કરાયા છે. હાલમાં કુલ 2610 ચોરસમીટર જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. આ સાથે જ રાજકોટમાં 6.52 કરોડની કિંમતની જગ્યા પરના દબાણને દૂર કરવામાં આવ્યું છે.

રાજકોટમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે હાલમાં રૈયાધાર વિસ્તાર અને પરશુરામ ટેકરી વિસ્તાર પાસે ડિમોલિશન કરવામાં આવ્યું છે. કે જ્યાં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર પામી રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે.

ગુનેગારોના 55 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા
રાજકોટના ઝોન-2 ના ડીસીપી જગદીશ બાંગરવાએ આ અંગ વાત કરતાં જણાવ્યું કે, ‘રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોના 55 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા છે. રૈયાધાર વિસ્તાર અને નવા રિંગ રોડ પર આવેલા પરશુરામ ટેકરી પાસે આવેલા 38 જેટલા આરોપીઓના દબાણો પર રાજકોટ મનપા અને પીજીવીસીએલની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.’

38 આરોપીઓ પર નોંધાયેલા છે આટલા ગુના
1 ) ખુશાલ હમીર મેરિયા – 8 ગુના
2 ) વાલજી ઉર્ફે સાડમિયા – 18 ગુના
3 ) તોફિક ખાંડું – 21 ગુના
4 ) રાજેશ બીજલભાઈ ભોણીયા – 11 ગુના
5 ) પિયુષ પરેશ ડાભી – 12 ગુના
6 ) આનંદ ઉર્ફે બાબુ પરમાર – 10 ગુના
7 ) પ્રકાશ જાદવ – 11 ગુના
8 ) ભૂપતભાઈ ચૌહાણ – 11 ગુના
9 ) કિરણબેન પરમાર – 8 ગુના
10 ) રુપલબેન મકવાણા – 21 ગુના
11 ) ચંદાબેન મુખરજી – 12 ગુના
12 ) જયાબેન સાડમિયા – 16 ગુના
13 ) ગુલાબબેન સાડમિયા – 20 ગુના
14 ) નિમુબેન વઢવણીયા – 10 ગુના
15 ) વસંતબેન સાડમિયા – 8 ગુના
16 ) વસંતબેન વાજેલીયા – 10 ગુના
17 ) રાયસિંગ વાજેલીયા – 8 ગુના
18 ) વિક્રમ વાજેલીયા – 9 ગુના
19 ) કંકુબેન વાજેલીયા – 5 ગુના
20 ) ચંપાબેન વાજેલીયા – 13 ગુના
21 ) જાનુબેન વાજેલીયા – 27 ગુના
22 ) શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી – 9 ગુના
23 ) રાહુલ ચૌહાણ – 11 ગુના
24 ) ઉષાબેન વાઘેલા – 7 ગુના
25 ) કૌશલભાઈ મકવાણા – 6 ગુના
26 ) નાથીબેન ચાણકીયા – 9 ગુના
27 ) રાજુભાઇ વઢવણીયા – 5 ગુના
28 ) ગીતાબેન મકવાણા – 12 ગુના
29 ) મનસુખભાઇ વાજેલીયા – 8 ગુના
30 ) ડિમ્પલ સાડમિયા – 10 ગુના
31) મુનિબેન અલ્તાફ પરમાર – 15 ગુના
32 ) સાયરા મુનશી – 15 ગુના
33 ) લાલાભાઈ ભોણીયા – 12 ગુના
34 ) હસમુખભાઈ મકવાણા – 14 ગુના
35 ) ભીખાભાઈ અધારિયા – 16 ગુના
36 ) નયનાબેન જખાનીયા – 14 ગુના
37 ) કંચન પરમાર – 8 ગુના
38 ) કાજલબેન સાડમિયા – 13 ગુના

ગત શુક્રવારે પણ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી
આ ઉપરાંત, ગત શુક્રવારે પણ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટના પોપટપરા શેરી નંબર 14માં આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રેયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાયેલા છે. પોલીસના કહેવા પ્રમાણે આ કામગીરી સતત ચાલુ જ રહેશે, જેટલા પણ ગુનેગારો છે તેમનાં મકાન આઈડેન્ટિફાય કરી ગેરકાયદે દબાણ હશે તેને તોડી પાડવામાં આવશે.