GRD Jawan Heart attack News: હાલમાં હીટવેવ તેમજ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. તેમજ હાલમાં હાર્ટએટેકના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે.ત્યારે બારડોલીના મઢી ગામે એક જીઆરડી જવાનનું(GRD Jawan Heart attack News) ગેરેજની બહાર જ બાઈક પર ઢળી પડતાં મોત નીપજ્યું હતું. ત્યારે મોતના આ લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. ત્યારે અકાળે આ યુવકના મોતના પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અચાનક બીક પરથી ઢળી જતા મોત
આ અંગે મળતી માહિતી મુજબ, મઢી ગામે મુખ્ય હાઈસ્કૂલ નજીક આવેલ ગેરેજ પાસે બાલદા ગામે ટેકરી ફળિયામાં રહેતો યુવક કમલેશ બચુભાઈ ચૌધરી બપોરના સમયે બાઇક રીપેર કરવા ગેરેજ પર લઈને આવ્યો હતો.આ દરમિયાન તે બીક પર બેઠો હતો.ત્યારે અચાનક તે બેહોશ થઈ નીચે પડી ગયો હતો.ત્યારબાદ ત્યાં બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ બુમાબુમ કરી દેતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા,તેમજ આ યુવકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.પરંતુ જરૂરી સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વિડીયો લોકો માટે ચર્ચાનું કેન્દ્ર
મૃતક મઢી નજીક આવેલ બાલદા ગામનો રહેવાસી અને GRD તરીકે નોકરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. GRD જવાન અને ચૌધરી સમાજના આશાસ્પદ યુવકનું અવસાન થતાં સમસ્ત બાલદા ગામ તેમજ ચૌધરી સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.તેમજ પરિવારમાં ભારે માતમ ફેલાઈ ગયો હતો. ત્યારે હાલમાં આ વિડીયો લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે.
બાઈક પર બેસતાની સાથે જ ઢળી પડ્યો GRD જવાન, જુઓ લાઈવ મોતનો વિડીયો#Surat #Suratnews #GRDjawan #Heartattack #Gujarat #news #newsupdate #trishulnews pic.twitter.com/JB7SYjdlvv
— Trishul News (@TrishulNews) May 21, 2024
હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App