દુલ્હન નહીં તેની માતા સાથે થયો પ્રેમ, લગ્ન પહેલા જ સાસુ સાથે ભાગ્યો વરરાજો, જાણો વિસ્તારથી

Groom mother in law affair: પ્રેમ આંધળો હોય છે…, કહેવત તો તમે સાંભળી જશે. જ્યારે કોઈ સાથે પ્રેમ થાય છે તો ઉંમર, જાતિ કે ધર્મ કશું દેખાતું નથી. ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. લગ્નના 9 દિવસ પહેલા જ વરરાજો પોતાની થનારી સાસુ સાથે જ ભાગી ગયો હતો. બંને વચ્ચે લફરું (Groom mother in law affair) ક્યારે શરૂ થયું તેની કોઈને ખબર ન પડી. આ ઘટના બન્યા બાદ દુલ્હન આઘાતમાં છે.

આ મામલો ઉત્તર પ્રદેશના અલીગઢના મડરાક પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહિયાં એક માતા પોતાની દીકરીના થનાર પતિ એટલે કે જમાઈ સાથે જ ભાગી ગઈ છે. બંને ક્યાં છે તેનો પત્તો હજુ સુધી લાગ્યો નથી. 16 એપ્રિલના રોજ મહિલાની દીકરીના લગ્ન હતા, તે પણ તે છોકરા સાથે જેની સાથે તે ભાગી ગઈ છે. વરરાજાએ પોતાની સાસુને મોબાઈલ ભેટમાં આપ્યો હતો. જે મારફતે બંને સંતાઈને વાતો કરતા હતા. કોઈને પણ આ વાતની ખબર ન પડી હતી કે બંને વચ્ચે લફરું ચાલી રહ્યું છે.

મહિલાએ જાતે જ દીકરીનો સંબંધ કરાવ્યો હતો. ભાગતા પહેલા તે દીકરીના લગ્ન માટે ઘરે રાખેલા લાખો રૂપિયાના ઘરેણા અને 2.5 લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. મહિલાના પરિવારજનોએ આ વાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. મહિલાની ગુમ થયાની ફરિયાદ નોંધી પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. આ વાત જાણી તે વિસ્તારમાં લોકો પણ આશ્ચર્ય પામી ગયા છે. છોકરીના સાસરિયામાં પણ આની ચર્ચાઓ ચાલી રહી છે. આ વાત પર કોઈને પહેલા વિશ્વાસ ન થયો હતો, પરંતુ બંને એક જ દિવસે ગાયબ થયા તો પરિવારને શંકા ગઈ. પછીથી જાણવા મળ્યું હતું કે બંને સાથે જ ભાગી ગયા છે.

શોપિંગ કરવા નું કહી ઘરેથી નીકળ્યો હતો વરરાજો
વરરાજો ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે તે લગ્ન માટે કપડાં ખરીદવા માટે જઈ રહ્યો છે, ત્યારબાદ તેણે તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો. પિતા સતત તેને ફોન કરી રહ્યા હતા પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ હતો.ત્યારબાદ પિતાએ છોકરાના સાસરિયામાં ફોન લગાવ્યો ત્યારે ખબર પડી કે છોકરીની માતા પણ ગાયબ થઈ ગઈ છે.

રોકડ અને ઘરેણા લઈ ભાગી ગઈ દુલ્હનની માતા
છોકરીના પિતાએ જ્યારે કબાટ ખોલ્યો તો જોયું કે દીકરીના લગ્ન માટે મુકેલા કિંમતી ઘરેણા અને 2.5 લાખ રૂપિયા ગાયબ છે. સમગ્ર વિસ્તારમાં આ વાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. છોકરીના ઘરે અને સાસરીયામાં પણ આ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. પરિવારજનોની ફરિયાદ અને આધારે પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી દીધી છે. મહિલા અને તેના થનારા જમાઈના મોબાઈલનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે.