અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અમદાવાદ (Ahmedabad)થી દેદાદરા(Dedadara) ગામે ધાર્મિક પ્રસંગમાં આવી રહેલા પરિવારને સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લખતર(Lakhtar) નજીક કડું કેનાલ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પરિવાર અમદાવાદથી સવારે 07.30 વાગ્યે દેદાદરા ગામે માતાના મઢે હવનમાં હાજરી આપવા માટે આવી રહ્યો હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે હુન્ડાઈ કંપનીની વર્ના કાર પલટી ખાઈ જતા સોહમ બલભદ્ર ભટ્ટ (37) અને તેનો પુત્ર કિર્તન સોહમ ભટ્ટ (9) તેમજ બહેન રીટાબેન જીતેન્દ્રકુમાર જોશી (50) અને ભાણી અંજલી જીતેન્દ્રકુમાર જોશી (22)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જયારે પત્ની અને દીકરીની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયાં છે.
અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં
ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.