મા અર્બુદા રજત જયંતી મહોત્સવમાં ત્યાર કરાઈ સાત માળની યજ્ઞશાળા, 600 ભૂદેવ અને 1500 યજમાન આપશે આહુતિ

Gujarat Banaskantha: પાલનપુર (Palanpur) માં આવેલી આદર્શ વિદ્યાલય (Adarsh Vidyalaya) ખાતે મા અર્બુદા માતાજી (Arbuda Mataji) નું મંદિર આવેલું છે. હાલ આ મંદિરના 25 વર્ષ પુરા થયા છે અને 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવ ઊજવાય રહ્યો છે.

108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન આ આ રજત જયંતી મહોત્સવમાં કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને મહિલાઓ આ રજત જયંતી મહોત્સવની તૈયારી છેલ્લા 45 દિવસથી કરી રહ્યા છે. આ યજ્ઞમાં 1500 યજમાન અને 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે.

આ રજત જયંતી મહોત્સવમાં 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. આ રજત જયંતી મહોત્સવમાં એકસાથે 10 લાખ ચૌધરી સમાજના લોકો ભેગા થશે. છેલ્લા 45 દિવસની સમાજના લોકો માતાજીનો આ પ્રસંગ દીપી ઊઠે એ માટે સતત મહેનત કરી 100 એકર જમીનમાં 7 માળની યજ્ઞ શાળા બનાવી છે.

ગાયનાં છાણ, ગંગાજળ અને માટીથી લીંપણ કરીને આ યજ્ઞશાળા ત્યાર કરવામાં અવી છે. યજ્ઞશાળામાં આ લીંપણ કરવામાં જિલ્લાની 5 હજારથી પણ વધુ બહેનોનો ફાળો છે. દાતાઓએ 450 એકરથી વધુ જમીન યજ્ઞમાં આવનારા લોકોને વાહન પાર્ક કરવા માટે આપી છે. 

એવું આયોજન કરવામાં આવ્યું છે કે, યજ્ઞમાં આવનારા લોકોને વાહન લેવા કે મૂકવામાં તકલીફ ન પડે. યજ્ઞમાં આવેલા  અશક્ત અથવા ઉંમરલાયક વ્યક્તિઓને રિક્ષામા યજ્ઞ સ્થળના દરવાજા સુધી લાવવામાં આવશે તેની પણ સુવિધા કરવામાં આવી છે. આઈસીયુ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા બનાસ મેડિકલ કોલેજ તરફથી કરવામાં આવી છે.

પાલનપુરમાં આવેલા અર્બુદા માતાજીના મંદિરે બીજી ફેબ્રુઆરીએથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં સાથે 12 કિલોમીટર લાંબી અને ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 1 લાખ જેટલા લોકો જોડાશે. 51 હજાર જેટલા લોકો પાલનપુર અર્બુદા ધામ ખાતે માની આરતી કરશે.

સાથે સાથે સાંજના સમયે જિલ્લાનાં તમામ ગામોના ચૌધરી સમાજની બહેનો દ્વારા દરેક ગામે મહાઆરતી કરવામાં આવશે, અને વળી સાથે સાથે ગામેગામ સફાઈ અભિયાન પણ કરવામાં આવશે. આ યજ્ઞનાં દર્શન કરવા માટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આવશે.

ચૌધરી સમાજના તમામ લોકોને યજ્ઞનાં દર્શન માટે આણંત્રણ આપવમાં આવ્યું છે અને સાથે સાથે 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 5 લાખ લાડુ બનાવવાના કામમાં ચૌધરી સમાજની એક હજાર બહેનો 1 જાન્યુઆરીથી બનાવવાના કામમાં જોડાઇ હતી.

ચૌધરી સમાજના યુવકો અને મહિલાઓ ત્રણ દિવસના ભોજન સમારંભમાં ભોજન પ્રસાદ લેવા આવનારા તમામ લોકોને ભોજન પીરસશે. તેમજ જિલ્લાની બહેનો એકસાથે મહેંદી મૂકી હતી. આ મહોત્સવમાં 30 વીઘા જમીનમાં રસોડાની વ્યવસ્થા કરાય છે. લોકગીત અને ડાયરાનું આયોજન ત્રણ દિવસ રાત્ર કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *