ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વાંચો અહિયાં…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board Result), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ(સાયન્સ), સામાન્ય પ્રવાહ(કોમર્સ), વ્યવસાયલક્ષી પ્રવાહ(આર્ટસ), ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છે.

માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની (Gujarat Board Result) મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટની પરીક્ષા 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. બીજી બાજુ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું છે.સૌથી વધુ મોરબી જિલ્લાનું પરિણામ 92.80 ટકા આવ્યું છે. જયારે સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા આવ્યું છે. A1 ગ્રેડના મેળવનાર વિધાર્થીઓની સંખ્યા 1034 છે. A ગ્રૂપ (મેથ્સ ગ્રુપ) નું પરિણામ 90.11 ટકા. અને જ્યારે B ગ્રૂપ (બાયોલોજી ગ્રુપ)નું પરિણામ 78.34 ટકા. વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા. વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા. AB ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.42 ટકા આવ્યું છે

ધોરણ 12 સાયન્સની માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ.147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી આપવા ગયા હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલું છે.