ધાબળા અને સ્વેટર તૈયાર રાખજો! બર્ફીલું હીમાલય બન્યું ગુજરાત -નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર

Gujarat Winter Update Latest News: ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઉચું આવી ગયું છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન (Gujarat Winter Update Latest News) પણ ઘટી રહ્યું છે. વિગતો અનુસાર 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી રહ્યા છે કે, 3 દિવસ પછી તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *