ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) અનાથ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) ગત જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસની નાલેશીભરી હાર બાદ રાજીનામું આપ્યું હતું. જેને કોંગ્રેસ હાઇકમાન્ડે સ્વીકારી લીધું હતું. ત્યારબાદ તેઓ આ પદ પર માત્ર કાર્યકારી અધ્યક્ષ તરીકે બેઠેલા છે. ત્યારે પક્ષના ધારાધોરણ મુજબ કાર્યકારી પ્રમુખ કોઈ પણ નિર્ણય કે નિમણૂક કરી શકતા નથી, ત્યારે લોકશાહીના ગીત ગાતી કોંગ્રેસ હવે આપખુદશાહી થી ચાલી રહી હોય તેવી ઘટનાઓ બની રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું સ્વીકારઈ ગયું હોવાથી તેઓ હવે પક્ષના પૂર્વ પ્રમુખ બની ચૂક્યા છે, તેમ છતાં કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા તેની સામે હરફ ઉચ્ચારી શકતો નથી. ભરતસિંહ અને અમિત ચાવડાએ અહેમદ પટેલના ગયા બાદ હજી સુધી સત્તાનું સુકાન કોઈને મળવા દીધું નથી અને હાઈ કમાન્ડને દબાણમા રાખીને નવા પ્રમુખની નિમણૂક થવા પણ દીધી નથી. આ બંને હાલમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા અલગ-અલગ વિખવાદો સર્જીને કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ કે મહત્વના નેતાઓને એક થવા દેતા નથી અને હાઇકમાન્ડ નું નાક દબાવીને નવી નિમણૂક પણ થવા દેતા નથી.
ભરતસિંહ અને અમિત ચાવડા ના કાર્યકાળ દરમ્યાન ખાડે ગયેલી કોંગ્રેસે “સારા નહીં, પણ મારા” માણસો ની નિમણૂક કરીને કોંગ્રેસ ને ખોખલી બનાવી દીધી હોવાનો આરોપ લગાવીને ઘણા ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. હાલમાં પણ કોંગ્રેસ હાઈ કમાન્ડ ની આંખે પટ્ટી બાંધીને આ બંને ની જુગલ જોડી એ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નિમણૂકો આપવાની શરૂ રાખીને કોંગ્રેસમાં પોતાના માણસો ગોઠવી રહ્યા છે. જેથી પોતાનું પક્ષ પ્રમુખ પદ પોતાની પાસે જ રાખી શકાય. કોંગ્રેસી કાર્યકર્તાઓ માને છે કે અમિત ચાવડા તો માત્ર મહોરું છે, ખેલાડી તો ભરતસિંહ છે,
અમિત ચાવડાએ પોતે પ્રમુખ ન હોવા છતાં પોતાની ચેમ્બર ખાલી કરી નથી એટલું જ નહિ હજી સુધી મહાનગર પાલિકાઓમાં વિપક્ષના નેતાઓ પણ કોઈને નિમવા દીધા નથી. અને સંગઠન મા પોતાના માણસોને નિમણૂકો શરૂ કરી દીધી છે આ બાબતની ફરિયાદ ખુદ પરેશ ધાનાણી હાઈ કમાન્ડને કરી ચૂક્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે.
કોંગ્રેસનું થવું હોય તે થાય આપણું થવું જોઈએ એવું માનીને ચલાવી રહેલી આ જુગલજોડી કોંગ્રેસની નૈયા ડુબાડીને ઝંપશે તેવુ પાયાના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. આગામી સમયમાં તેને પક્ષ પ્રમુખ બનવા માટે મદદરૂપ થશે તેવું માનીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કવર કરવા માટે અમિત ચાવડાએ કેટલાક જિલ્લાઓમાં તાલુકા કક્ષાની પ્રમુખ પદની નિમણૂકો આપીને વિવાદ ઊભો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.