Congress MLA Arrest: ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને અન્ય 20 લોકોને 16 ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લામાં એક યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવાને પગલે ગુરુવારના રોજ તમામની ધરપકડ (Congress MLA Arrest) કરવામાં આવી છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપી હતી. જણાવી દઈએ કે પાટણ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરનાર કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને લગભગ 200 કોંગ્રેસી કાર્યકર્તાઓ અને NSUI સભ્યોએ હોસ્ટેલમાં દારૂ પીવાને લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલાનો આરોપ
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટણમાં બી ડિવિઝન પોલીસએ કિરીટ પટેલ અને અન્ય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ સાથે દુર્વ્યહ્વાર કરવા અને તેમના ઉપર હુમલો કરવાના આરોપમાં કેસ કર્યો છે. પોલીસ અધિકારી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે પટેલ અને ઠાકોર ફરાર હતા.
આ પોલીસ અધિકારીએ મીડિયા ને જણાવતા કહ્યું કે બાદમાં કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર સહિત અન્ય 19 કોંગ્રેસી કાર્યકર્તાઓને સ્થાનિક પોલીસ સામે આત્મ સમર્પણ કર્યું અને તેમને પણ અટકાયતમાં લીધા છે. અમે પહેલા બાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ લોકો વિરુદ્ધ યુનિવર્સિટીમાં હાજર પોલીસકર્મીઓ સાથે ગાળા-ગાળી અને તેમના પર હુમલો કરવાનો આરોપ છે.
જણાવી દઈએ કે પાટણમાં જિલ્લા સ્તરીય ટુર્નામેન્ટ પહેલા છોકરાઓના હોસ્ટેલમાં એક રૂમમાં રહેલા આણંદ જિલ્લાના ત્રણ બાસ્કેટબોલ ખેલાડીઓને હોસ્ટેલ વોર્ડને દારૂ પીતા ઝડપી પાડ્યા હતા. કિરીટ પટેલે દાવો કર્યો હતો કે કર્મચારીઓએ તેમને પોલીસને હવાલે કરી દીધો છે પરંતુ કોઈ કાર્યવાહી કર્યા વગર જ તે ત્રણેય લોકોને છોડી દીધા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App