છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થતો હોવાને લીધે 1 વર્ષથી દેશમાં શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન મારફતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર અફવાઓ ફેલાતી રહેતી હોય છે. અફવાઓને લીધે કેટલીકવાર લોકોને સમસ્યા થતી હોય છે. હાલમાં આવી જ એક અફવાને લઈ ખુલાસો થયો છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા દર વર્ષે માર્ચ માસમાં લેવાતી હોય છે પરંતુ હાલની પરીસ્તિથીને ધ્યાનમાં લેતાં આ પરીક્ષા તારીખ 10-05-2021 થી લઈને 25-05-2021 દરમિયાન જ લેવામાં આવશે.
બોર્ડે આપેલી જાણકારી અનુસાર થોડા સમય પહેલાં કોઈએ પરીક્ષાની આ તારીખમાં ફેરફાર કરીને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી હતી. જેમાં એણે બનાવટી અખબાર યાદી તૈયાર કરીને સોશિયલ મીડિયા પર વહેતી કરી હતી. જેને લઈ હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી બહાર પાડવામાં આવી છે.
આ અખબાર યાદીમાં એક ઇસમે અફવા ફેલાવી હોવાનું તેમજ પરીક્ષાની તારીખ અગાઉથી આપેલ સમય પ્રમાણે જ હોવાનો ખુલાસો કર્યો છે. આની સાથે જ જણાવ્યું છે કે, બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી બાળકોએ આવી અફવાઓથી બચી રહેવું તેમજ પરીક્ષાની તૈયારી શરુ રાખવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.