આમ જનતાને લાગી મોંઘવારીની વધુ એક થપાટ- વીજળી બિલમાં પણ ઝીંકાયો આટલાનો વધારો

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ચોથી વખત વીજળી બિલ(Electricity bill)માં 20 પૈસાનો વધારો(Electricity bill increased by 20 paise) કરવામાં આવ્યો છે અને…

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ચોથી વખત વીજળી બિલ(Electricity bill)માં 20 પૈસાનો વધારો(Electricity bill increased by 20 paise) કરવામાં આવ્યો છે અને જે રૂપિયા 2.50 કરવામાં આવ્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે આ ભાવવધારો લાગુ પડે છે. આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે તેની અસર કૃષિ ઉપભોક્તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે.

ગુજરાતના 1.30 કરોડ ગ્રાહકોને થશે અસર:
જણાવી દઈએ કે, ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમની આગેવાનીમાં ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્યા પછી FPPPA(Fuel & Power Purchase Price Adjustment) વધારવામાં આવ્યો છે.

એક અઠવાડિયા પહેલાં એક ખાનગી ન્યુઝપેપર દ્વારા એવો અહેવાલ આપવામાં આવ્યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં 32 પૈસાના વધારાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, FPPPAમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામાં આવતા ગુજરાત રાજ્યના 1.30 કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વર્ષે રૂપિયા 3240 કરોડનો વધારાનો બોજ વધશે.

મે 2022થી તેઓ હવે યુનિટ દીઠ રૂ. 2.50 વસુલવામાં આવશે:
જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રણ મહિના માટે FPPPAમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યા પછી હવે બીજો 20 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો આમ છેલ્લાં ચાર જ મહિનામાં FPPPAમાં યુનિટ દીઠ વીજદરમાં 50 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ FPPPAની ફોર્મ્યુલા હેઠળ યુનિટ દીઠ રૂપિયા 2.62 લેવાના થાય છે. જેમાંથી વીજ યુનિટ દીઠ રૂ. 2.30 વસૂલવામાં આવતા હતા. મે 2022થી તેઓ હવે યુનિટ દીઠ રૂ. 2.50 વસુલ કરી શકશે. જેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટ દીઠ 20 પૈસાનો અને 200 યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૂપિયા 40 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી સાથે રૂપિયા 45થી 48નો વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *