વિધાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકી રહી છે સરકાર: ધોરણ 1થી 5માં શિક્ષણ આપનારા શિક્ષકોને લઈને ગુજરાત હાઈકોર્ટે કર્યો મોટો આદેશ

ગુજરાત રાજ્યમાં ધોરણ 1થી ધોરણ 5ના શિક્ષકો ધોરણ 6થી ધોરણ8માં પણ ભણાવતા હોવાના કિસ્સાઓને પગલે ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દા અંગે અરજી કરવામાં આવી છે. જે અરજીમાં સરકાર દ્વારા મંજૂરી અપાતી હોવાના દાવાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અંગે અરજદારે એવો દાવો કર્યો છે કે, લાયકાત વગરના ટીચરો પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે. જેના પગલે ધોરણ 1થી 5માં ભણાવતા શિક્ષકો એ ધોરણ 6થી 8માં ભણતાં વિધાર્થીઓને ભણાવી શકશે નહી તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.

હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે, પ્રથમ દર્શનીય રીતે સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે. ધોરણ 1થી 5માં ભણાવતા શિક્ષકોને ધોરણ 6થી 8માં ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં. હાઇકોર્ટે જણાવતા કહ્યું છે કે, તમે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છો. કાયદો આ પ્રકારની કોઈ પણ બાબતની મંજૂરી આપતો નથી.

હાઇકોર્ટે પ્રાથમિક એજ્યુકેશન ઓફિસરને નોટિસ ફટકારી અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. પ્રાથમિક એજ્યુકેશન ડિરેક્ટર સામે કાયદેસરના પગલાં લેવાની હાઇકોર્ટે ચીમકી ઉચ્ચારી છે. જો કે, શાળાઓ તરફથી બચાવ કરવામાં આવ્યો હતો કે સરકારી ઠરાવને આધારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જયારે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે મદદનીશ સરકારી વકીલને ટકોર કરતા કહ્યું કે, ડિરેક્ટરને ફોન કરીને કહો કે શિક્ષકો ન મળી રહ્યા હોય તો નવી ભરતી કરો. પરંતુ આ રીતે ગેરકાયદેસર રીતે શિક્ષકોને બાળકોને ભણાવવા કેવી રીતે મોકલી શકાય? હાઇકોર્ટે એમ પણ પૂછ્યું છે કે, કેમ લાયક શિક્ષકોની ભરતી નથી કરી શકતા? સાથે જ હાઇકોર્ટે કહ્યું છે કે, એક પણ દિવસ ગેરલાયક શિક્ષક વિધાર્થીઓને ભણાવવા માટે ન જવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *