સુરત ડાયમંડ બુર્સ Vs PSP કેસમાં હાઈકોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, SDB એ…

Surat Diamond Bourse latest news: સુરતમાં આવેલું વિશ્વવિખ્યાત ડાયમંડ બુર્સનું નિર્માણ PSP કંપની દ્રારા કરવામાં આવ્યું હતું. જેના કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓને લઈને બાકી લેણા માટે PSPએ સુરતની કોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે કોર્ટે PSP તરફે ચુકાદો આપતા સુરતની કોર્ટે સુરત ડાયમંડ બુર્સને (Surat Diamond Bourse latest news) 125 કરોડની બેંક ગેરેન્ટી આપવા અને બેંક ગેરેન્ટી વગર 4,600માંથી 300 ઓફિસ નહીં વેચવા હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે PSP હાઈકોર્ટમાં ગઈ હતી અને આ અરજીને SDBએ હાઇકોર્ટમાં પડકાર કર્યો હતો. જો કે, હાઈકોર્ટે સુરતની કોર્ટના આ હુકમને રદ કરતા તેને અયોગ્ય ગણાવ્યો હતો.

PSP કંપની દ્વારા કન્સ્ટ્રક્શનનું કરવામાં આવ્યું હતું
સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું. વિશ્વમાં હિરા ઉદ્યોગ માટે તે ભારતની શાખ સમાન ગણવામાં આવે છે. જેનું કન્સ્ટ્રક્શન PSP કંપની દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે SDB નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જે કંપની એક્ટ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ 14.5 હેક્ટર્સના પ્રાંગણમાં ફેલાટેલું છે. જેનો વિસ્તાર 66 લાખ સ્ક્વેર ફૂટ છે. તેમાં 15 માળના નવ ટાવર બનાવામાં આવ્યા છે. કુલ 4600 જેટલી ઓફિસ અંદર બનાવવામાં આવી છે.

SP કામનું વેરિફિકેશન કરી SDBને બીલ આપતી હતી
આ કોન્ટ્રાક્ટની ઉપર દેખરેખ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને રાખવામાં આવી હતી. જે દર મહિને જેટલું કામ થતું હોય તે બિલ તેને આપવાનું હતું. PSP થયેલા કામનું પોતે વેરિફિકેશન કરીને SDBને બીલ આપતી હતી અને એકાઉન્ટ વિભાગ તેના પૈસા રિલીઝ પણ કરતું હતું. વર્ક ઓર્ડર અનુસાર મહિનાની બીલના 2.5 ટકા જેટલી રકમ SDB રાખી શકતી. જેમાંથી 1.25 ટકા રકમ વર્ચ્યુઅલ કમ્પ્લીટેશન ઓફ વર્ક અને બાકીની 1.25 ટકા રકમ ડિફેક્ટ જવાબદારી સમય પૂર્ણ થયા પછી આપવામાં આવતી હતી. જો કે, વર્ક ઓર્ડર અનુસાર તફાવત અને વધારાના ખર્ચના પૈસા PSP માગી શકતું હતું. વધારાના ખર્ચ ઉપર પીએસપી 15 ટકા નફો પણ લઈ શકતું હતું.

PSPએ કોન્ટ્રાક્ટની રકમના 5 ટકા બેંક ગેરન્ટી આપવાની હતી
જો પૂરતા સમયગાળામાં કામ પૂર્ણ ન થાય અને PSPનો તેમાં વાંક ન હોય તો તે નવા રેટ સાથે પણ પૈસા માગી શકે છે . વળી PSPએ કોન્ટ્રાક્ટની રકમના 5 ટકા બેંક ગેરન્ટી આપવાની હતી. જે 78.75 કરોડ જેટલી થવા જતી હતી. PSPએ કામ પૂર્ણ થયા પછી તેનું સર્ટિફિકેટ લેવા માટે અરજી કરવાની હતી. કામ પૂર્ણ થયાના 24 મહિનાનો ડિફેક્ટ જવાબદારી પીરિયડ રાખ્યો રહેતો. જેમાં જે ભૂલો રહી ગઈ હોય તેને સુધારવી પડતી હતી. કોન્ટ્રાક્ટ અનુસાર વર્ચ્યુઅલ કામ પૂર્ણ થયાના સાથે ડિફેક્ટ જવાબદારી પીરિયડ શરૂ કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને રદ કરવામાં આવ્યો 
SDBએ જણાવ્યું છે કે, કન્સ્ટ્રક્શન કંપનીએ જે અરજી કરી છે તે અયોગ્ય છે. એન્જિનિયરના કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ પછી જ તેમને રકમ મળી શકે. કન્સ્ટ્રક્શન કંપનીએ ફાઇનલ બીલ 1863 કરોડનું મુકવામાં આવ્યું છે. જેમાંથી 1790.90 કરોડનું વર્ક સર્ટિફિકેશન તેમને મળી ચૂક્યું છે. એટલે બાકીના 72.06 કરોડ અને જમાં રકમના 41.57 કરોડ 113 કરોડ જેટલી PSPએ માગી હતી. આ ઉપરાંત વર્ક એરિયા, એક્ચ્યુઅલ ખર્ચનો તફાવત, વગેરે બાબતોને લઈને આ મતભેદ સર્જાયા હતા.

PSPએ કુલ 538 કરોડ જેટલી રકમ પાછી માગી હતી. જ્યારે SDBનું કહેવું છે કે તેને વધારાના 14 કરોડ PSPને ચકવી દીધા છે. સુરતની કોર્ટે કહ્યું કે, જો કામમાં ખામી રહી ગઈ હતી તો પછી ઓફિસો કેમ વેચવામાં આવી? એન્જિનિયર અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ SDB દ્રારા રાખવામાં આવ્યા હતા. એન્જિનિયરે ફાઇનલ બિલ બનાવ્યું નથી. અરજદારનું બિલ પણ SDBએ સ્વીકાર્યું નથી. મળતી માહિતી અનુસાર, PSPના 127 કરોડના લેણા છૂટા કરવા સંદર્ભે સુરતની કોર્ટે SDBને 125 કરોડની બેંક ગેરંટી આપવા જણાવ્યું છે. ત્યાં સુધી બાકી બચેલી 300 ઓફિસ ન વેચવા હુકમ કર્યો હતો. જેને હાઇકોર્ટે દ્રારા રદ કરવામાં આવ્યો છે.