Gujarat Weather Forecast: રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે હાલ રાજ્યમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે ( Gujarat Meterological Department) હવામાાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામા આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.
વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જ્યારે આગામી 17થી 21 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે. જ્યારે 17 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થઇ શકે છે. 18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મેધમહેર જોવા મળી શકે છે.
આ જગ્યાએ વરસાદની આગાહી
આ સાથે જ ( Gujarat Meterological Department) આજે ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
મહત્તમ તાપમાન રહેશે
પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App