Lok Sabha Elections 2024: લોકસભા ચુંટણીનું પરિણામ આવવામાં હવે માત્ર અમુક કલાકો જ બાકી છે, પરતું હાલ એકઝિટ પોલની ચર્ચા વધી રહી છે. ત્યારે ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના(Lok Sabha Elections 2024) પરિણામ બાદ ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, “લગભગ બધા એક્ઝિટ પોલમાં NDA 360થી 370 બેઠક પ્રાપ્ત કરશે.
4 તારીખનું પરિણામ નિશ્ચિત છે. નરેન્દ્ર ભાઇ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. દેશની જનતા નરેન્દ્ર ભાઇ માટે ખુબ પ્રેમ અને વિશ્વાસ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે.”
CR પાટીલ અમિત શાહની બેઠક બરોડાની બેઠક આવી ત્રણ-ચાર સીટ એવી છે જેમાં પાંચ લાખની લીડાવવાની પૂરી શક્યતાઓ છે અને આવશે મંત્રીમંડળમાં ખેર બદલાવાની શક્યતા છે બાકી ઉપર મારા નક્કી કરશે શકયતા શબ્દ એટલે વાપરું છું કે ગુજરાતના કાયદા મુજબ 24 કે 25 લોકોનું મંત્રીમંડળ બને અત્યારે 17 જ છે.
નવી સરકાર ભૂપેન્દ્ર પટેલની બની ત્યારે પણ એમ કહેવાતું હતું કે આ 17 પછી વિસ્તરણ થશે એટલે શક્યતા છે સીએમ બદલે હું કાંઈ જોતો નથી. ક્ષત્રિય આંદોલન છેલ્લે સુધી ચાલ્યું હતું. પરંતું અમને એટલો ભરોસો હતો કે, ક્ષત્રિય લોકો દેશ ભક્ત છે. દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે હંમેશા બલિદાન આપ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App