છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ તાલુકાઓમાં મન મુકીને વરસ્યો વરસાદ; જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Rain update news: રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મુનમૂકીને વરસતા લોકોને ગરમીથી (Rain update news) રાહત મળી રહી છે. ત્યારે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેઘરાજા મન મૂકીને વરસ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જયારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં 1 ઈંચ વરસાદ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

રાજ્યના 17 જિલ્લામાં વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડી રહ્યા છે. સચિન, હઝીરા, મગદલ્લા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 19ના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓ તથા અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.