ધોરણ 10 અને 12ના રિપિટર વિદ્યાર્થીઓને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો જલ્દી

ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના કારણે ધોરણ 1થી 12 નાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સાથે ધોરણ 10નું પરિણામ હાલમાં સ્કૂલો દ્વારા આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, ધોરણ 10ના પરિણામની ઓરીજનલ માર્કશીટ જુલાઇ મહીનાના બીજા સપ્તાહ સુધીમાં મળી જશે. આ સાથે જ તાજેતરમાં જ ધોરણ 10 અને 12ના બોર્ડની રિપિટરોની પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે.

તારીખ 10 જુલાઈના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રિપિટર વિદ્યાર્થીઓને રિસિપ્ટ મળશે. એ માટે બોર્ડ દ્વારા શાળાઓને રિસિપ્ટ આપવામાં આવશે. બોર્ડ દ્વારા ઓનલાઈન રિસીપ્ટ શાળાઓને મોકલવામાં આવશે. ત્યારબાદ વિધાર્થીઓને રિસિપ્ટ મળશે. જણાવી દઇએ કે, તારીખ 15 જુલાઈથી બોર્ડના રિપીટરની પરીક્ષા શરૂ થશે. મહત્વનું છે કે, રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ, રિપીટર વિદ્યાર્થીઓને રાહત ન હોતી અપાઈ.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કારણે ધોરણ 1 થી 12નાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, હવે સરકારે ફરી વાર પરીક્ષાનું આયોજન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવું સત્ર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહીં થાય. પરંતુ, માત્ર તેમનો લર્નિંગ લોસ જાણવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

બોર્ડ દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્રો આપવામાં આવશે. ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવામાં આવશે. તારીખ 10થી 12 જુલાઈ દરમિયાન આ નિદાન કસોટી લેવામાં આવશે. ધોરણ 9 અને 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની નિદાન કસોટી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજી વિષયની નિદાન કસોટી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની એકમ કસોટી યોજાશે.

જાણવા મળ્યું છે કે, નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેની આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે ધોરણ 9ની નિદાન કસોટી માટે ધોરણ 8ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEOને નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. 7 જુલાઈએ DEO દ્વારા SVC કન્વીનરોને ઇ-મેઇલ મારફતે પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *