ગુજરાત SSC બોર્ડનું રેકોર્ડ બ્રેક પરિણામ, જાણો કયા જિલ્લાએ મારી બાજી ?

Gujarat SSC board result 2025: ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ-10માં 83.08 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ (Gujarat SSC board result 2025) આવ્યું છે. ખેડાના અંબાવ ગામ કેન્દ્રમાં સૌથી ઓછું 29.56 ટકા પરિણામ છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે. જેમાં 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને છે. 72.55 ટકા પરિણામ સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે.

કાંસા અને ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
રાજ્યના 989 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 99.11 ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્ર 29.56 ટકા નોંધાયું હતું.

GSEB ધોરણ 10 (SSC) રીઝલ્ટ 2025
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રીઝલ્ટ 8 મે 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું રીઝલ્ટ 2025 સત્તાવાર વેબસાઇટ – gseb.org પર જોઈ શકે છે. ઉમેદવારો તેમના સંદર્ભ માટે રીઝલ્ટ માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC ધોરણ 10 રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.