ગુજરાત રાજ્યમાં તમાકુનું સૌથી વધુ વેચાણ થાય છે. તમાકુ બધા કરતાં વધુ જીવલેણ બને છે, બીજી બાજુ તમાકુનાં ઉત્પાદન તેમજ નિકાસમાં ભારત દેશ વિશ્વમાં બીજા નંબરે છે. 44 લાખ જેટલા લોકો માટે બીડી રોજગારીનું સાધન બન્યું છે. ભારત દેશનાં અર્થતંત્રમાં 23318 કરોડ રૂપિયા જેટલાનું પ્રદાન તમાકુનું છે. તમાકુ કેન્સર નોતરે છે છતાં તમાકુ પર પ્રતિબંધ કોણ મૂકે? હાલ ગુજરાત રાજ્યમાં તમાકુ સેવનને લઈને ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(એણએફએચએસ)માં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે તમાકુનું ખાતી હોવા અંગેની વાત બહાર આવી છે. રિપોર્ટનાં સર્વે મુજબ પુરુષોની સંખ્યામાં 10.3 %નો ઘટાડો થયો છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યામાં 1.3 %નો વધારો થયો છે. ઘણા ગામડાઓમાં બાળકો પણ બહુ તમાકુ ખાતા જોવા મળે છે. તમાકુ ખાતા બાળકોની સંખ્યા પણ ગુજરાત રાજ્યમાં મોટી છે.
દારૂ પીવાની જેમ જ ગ્રામીણ સ્ત્રીઓ માટે તમાકુ ખાવું તે પરંપરાઓનો એક ભાગ બની છે. તમાકુનો ઉપયોગ હાલ પણ એક સાંસ્કૃતિક પ્રથા છે તેમજ ભોજન બાદ સ્ત્રીઓ બદામ તેમજ તમાકુનું સેવન કરતી જોવા મળશે. હાલ ગુટકાની સરળ ઉપલબ્ધતાને લીધે ગ્રામીણ વિસ્તારોમાં તમાકુનાં ઉપયોગમાં વધારો થયો છે.
તમાકુ-અનિવાર્ય દૈત્ય : 20 કરોડ બંધાણી, 20000 કરોડનો ધંધો
ભારત દેશ તમાકુનાં ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. ભારત દેશમાં 15 રાજ્યોમાં 4.5 લાખ હેક્ટર જમીનમાં તમાકુનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારત દેશમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં 45%, કર્ણાટક રાજ્યમાં 26%, ગુજરાત રાજ્યમાં 14%, ઉત્તરપ્રદેશ રાજ્યમાં 5%, તમિલનાડુ-બિહાર રાજ્યમાં 2-2% તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યમાં 1% તમાકુ થાય છે. તમાકુનું ઉત્પાદન ઘટાડીને ખેડૂતોને અન્ય પાકો બાજુ વાળવા સરકારે ક્રોપ ડાઈવર્સિફિકેશન પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.
તેનાં લીધે 2 વર્ષમાં 15 રાજ્યોમાં 4.5 લાખ હેક્ટરમાં તમાકુનાં બદલે અન્ય પાક ઉગાડવામાં આવ્યા છે. તમાકુનાં પાક બાજુથી ખેડૂતોને અન્ય પાકો બાજુ વાળવા બહુ મુશ્કેલ છે બંજર જમીનમાં પણ તમાકુ ખુબ જ સહેલાઈથી ઊગે છે. ચીન તેમજ બ્રાઝિલ બાદ ભારત એવો દેશ છે જે વિશ્વનાં તમાકુ ઉત્પાદનમાં 9 ટકાનો ભાગ ધરાવે છે. ભારત દેશમાં બીડી, હુક્કા, ચીરૂટ, ચાવવા સહિતનાં જુદા જુદા ફોર્મેટમાં તમાકુ વાપરવામાં આવે છે.
બીડી ઉદ્યોગનું કદ ગંજાવર છે. 44 લાખ જેટલા લોકો માટે તમાકુ રોજગારી પૂરી પડે છે. ભારત દેશમાં વિદેશ વ્યાપાર વિનિમયમાં તમાકુની કિંમત 4400 કરોડ રૂપિયા છે, ભારત દેશનાં ખેતી નિકાસમાં 4 ટકા ભાગ તમાકુનો છે. તમાકુની બનાવટો દ્વારા મળતી ટેક્સની આવક 14000 કરોડ રૂપિયા છે. છેલ્લાં 5 વર્ષમાં આ નિકાસમાં અલગ અલગ શ્રેણીમાં 76થી 209 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
તમાકુનાં ફ્લ્યૂ, ક્યોરડ વર્જિનિયાની ભારત દેશમાંથી યુરોપ, જર્મની, રશિયા, કોરિયા, આફ્રિકા સાથેનાં દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આંધ્રમાં સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટયૂટનાં અહેવાલ અનુસાર વર્ષ 2015-16માં ભારતનાં અર્થતંત્રમાં તમાકુનું પ્રદાન 23,318 કરોડ તેમજ નિકાસમૂલ્ય 6058 કરોડ રૂપિયાનું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle