VIDEO: વડોદરામાં દારૂ ભરેલી કારનો અકસ્માત: મદદ કરવાને બદલે લોકોએ દારૂની બોટલો માટે કરી પડાપડી

Vadodara Butlegar Car Accident: વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે પૂર ઝડપે જતી એક સફેદ કારને ટ્રકે ટક્કર મારતા આગળ જતા બાઈક સાથે અથડાઈ (Vadodara Butlegar Car Accident) હતી અને કાર પલટી જતા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો અને પલ્ટી ગયેલ કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી તે રોડ પર રેલાતા લોકોએ તેની લૂંટ ચલાવી હતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં કાર ચાલક બેહોશ થઇ ગયો હોય તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે કપુરાઇ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દારૂની બોટલોની લૂંટ મચાવી
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર એલ એન્ડ ટી નોલેજ સિટી પાસે પસાર થઈ રહેલી એક સફેદ કલરની કારનો અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં છુપાવીને લઈ જવાઈ રહેલી વિદેશી શરાબની દારૂની બોટલો રોડ ઉપર પથરાઈ હતી.

જ્યારે આ હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા લોકોએ આ અકસ્માત સર્જાયા બાદ કારમાંથી બહાર રોડ ઉપર પડેલી દારૂની બોટલોની લૂંટ મચાવી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

પોલીસે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા જ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને બેહોશ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ આ વિદેશી શરાબ નો જથ્થો કોણે આપ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.