Rahul Gandhi in Surat Court: સોમવારે એટલે કે ગઈકાલે રાહુલ ગાંધી સુરત(Surat)ની સેશન્સ કોર્ટ(Sessions Court)માં માનહાની કેસ(Defamation case)માં અપીલ માટે આવ્યા હતા. પરંતુ આ ઘટનાને બહાને કોંગ્રેસ(Congress) દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે અનેક રાજકીય સંકેતો પણ આપવામાં આવ્યા હતા.
ગઈકાલ એટલે કે સોમવારના રોજ રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસ દ્વારા ખૂબ જ મોટા પાયે તૈયારી કરવામાં આવી હતી. કોંગ્રેસના અનેક નેતાઓને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ શહીદ દેશભરના નેતાઓનો આવ્યા હતા.
આ સાથે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસે સુરતમાં શક્તિ પ્રદર્શન કરવામાં કોઈ કચાસ બાકી રાખી ન હતી. સુરતમાં પ્રથમ વખત ગુજરાત મહિલા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોઈને તંત્રને પણ પરસેવો છૂટી ગયો હતો.
મહત્વનું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ પણ આવ્યા હતા. જોકે હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ છેલ્લી ઘડીએ આવી શક્યા ન હતા. બે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે દિગ્વિજયસિંહ સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ પણ આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ સુરત પહોંચે તે પ્રકારની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી ઘણાખરાને સ્થાનિક પોલીસ દ્વારા ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા.
તેમ છતાં પણ સુરતના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પણ રસ્તા ઉપર ઉતરતા અને રાજકીય શક્તિ પ્રદર્શન કરતા તંત્રને પણ પરસેવો છૂટી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.