કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકને ભરખી ગયો કાળ: રોડ ક્રોસ કરી રહેલા મીતનું ટ્રકની ટક્કરે મોત, પરિવાર ઘેરા આઘાતમાં

Canada Accident Gujarati Student Death: છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં વસતા ગુજરાતી યુવકો પર જાણે ગ્રહણ બેઠું છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. ત્યારે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થયુ છે. દહેગામ તાલુકાના શિયાવાડા ગામના વિદ્યાર્થીથીનું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રકની ટક્કરે મોત (Canada Accident Gujarati Student Death) થયું હતું. પોતાના વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, મિત પટેલે 12 પાસ કર્યા પછી નવ મહિના પહેલા જ કેનેડા ગયો હતો.

કેનેડામાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે લીધો અડફેટે
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામે રહેતા એક પરિવાર માટે કેનેડાથી ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. જ્યાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે આઠ મહિના પહેલા ગયેલા એકના એક પુત્રનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામનો 20 વર્ષિય મીત રાકેશભાઈ પટેલ આજથી આઠ મહિના અગાઉ કેનેડા સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ગયો હતો. ત્યાં બ્રેમટન સિટીમાં રહેતો હતો અન વોલમાટૅમાં જોબ કરતો હતો.

ટ્રકની અડફેટે મીત પટેલ નામના યુવકનું મોત
મીત વોલમાર્ટમાં જોબ જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે સવારે 07:00 વાગે રોડ ક્રોસ કરતા ટ્રકે અડફેટે લેતાં ક્રેડિટ વેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મીતના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 20 વર્ષીય એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

એકના એક પુત્રના મોતના સમાચારથી પટેલ પરિવારમાં શોક
લગભગ 9 મહિના માટે કેનેડાના બ્રામટન મોકલ્યો હતો. અભ્યાસની સાથે સાથે મીત કેનેડામાં કામ પણ કરતો હતો. જોકે, ગઈકાલે સવારે મીત ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે તેને ટ્રકે ટક્કર મારી હતી.દરમિયાન જોરદાર ટક્કર લાગવાથી મીત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે થોડીવાર સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વિદેશમાં માર્ગ અકસ્માતમાં તેમના એકના એક પુત્રના મોતના સમાચારથી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.