હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે ઘણાં લોકો બેરોજગાર બન્યાં છે. આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોનાની મહામારી સમગ્ર દુનિયામાં આફત સમાન સાબિત થઇ છે. આવાં સમયે ભારતમાં પણ સરકારે લોકડાઉન અને ત્યારપછી અનલોક કરવામાં આવ્યું છે.
આ બધાની વચ્ચે કેટલાંક લોકોના જીવન પર આર્થિક કટોકટી પણ જોવા મળી છે. રાજકોટનાં આત્મનિર્ભર કલાકારોની કે જેઓના પ્રોગ્રામ પર કોરોનાનું ગ્રહણ લાગતા ઘર ચલાવવું અઘરું બની જતા તેઓએ સોપારી વહેંચવા, શાકભાજી વહેંચવા તેમજ નાસ્તાની લારી કાઢીને રોજીરોટી શરૂ કરી છે. એમા પણ સૌથી વધારે અસર કલાકારો તેમજ મ્યુઝિક આર્ટિસ્ટ પર જોવા મળી રહી છે.
જેનું એકમાત્ર કારણ એ છે કે, છેલ્લા 6 મહિનાથી વધારે સમયથી નાતો કોઈ લગ્ન પ્રસંગ, ન તો કોઇ ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ બધાની સાથે નવરાત્રી થશે કે નહીં તે પ્રશ્ન પણ કલાકરોને ચિંતામાં મૂકી રહ્યો છે. સામાન્ય રીતે રાજકોટમાં નવરાત્રી અગાઉ 1 માસ પહેલાં વેલકમ નવરાત્રીના એક દિવસીય ગરબાનું આયોજન પણ થતાં હોય છે.
જેમાં પણ સિંગર , મ્યુઝિક આર્ટિસ્ટ , ડેકોરેશન, મંડપ વગેરે લોકોને રોજીરોટી મળતી હોય છે. આ વર્ષે બધાને કોરોનાનું ગ્રહણ લાગતાં કલાકારોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજા ધંધા શરૂ કરવાં પડ્યા છે. જેમાં કોઇએ શાકભાજીની લારી કરી તો કોઈએ સોપારીનાં ધંધાની શરૂઆત કરી તો કોઈએ ઈડલી સંભાર નાસ્તાની લારી પણ શરૂ કરી છે.
રાજકોટનાં મૌલિક ગજ્જર મ્યુઝિક કોન્સર્ટ ઓર્ગેનાઇઝર તથા ગાયક કલાકાર છે. જેઓ હાલમાં શાકભાજીનાં વેચાણની શરૂઆત કરી છે. મૌલિક ગજ્જરે જણાવતાં કહ્યું હતું કે, આફ્રિકા તેમજ દુબઇ સહિત ઘણાં દેશોમાં હું મારી ટીમને લઇ કોન્સર્ટ કરી આવ્યો છું પણ જે રીતે કોરોના મહામારીને લીધે સૌપ્રથમ લોકડાઉન તેમજ ત્યારપછી અનલૉકની શરૂઆત થઈ છે. જે અંતર્ગત મ્યુઝિકલ ક્ષેત્રની સાથે સંકળાયેલ લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે.
શ્રીકાંત નાયર વર્ષ 1995 થી મ્યુઝિકલ ફિલ્ડની સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં એમને ઘણાં મ્યુઝિકલ કોન્સર્ટ પણ કર્યા છે. ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાના કુલ 13 દેશોનો એમને પ્રવાસ કર્યો છે. કુલ 35 થી પણ વધારે વખત તેઓએ વિદેશમાં મ્યુઝિકલ કોન્સર્ટ પણ કરેલા છે.
આની સાથે જ રાજકોટમાં આવેલ હેમુ ગઢવી હોલ ખાતે કિશોરકુમારના કુલ 150 જેટલા ગીતો સળંગ કુલ 15 કલાક સુધી ગાઈને એમને પોતાના નામે રેકોર્ડ પણ બુક કરાવ્યો છે. જે રેકોર્ડ ની નોંધ ઈંડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ તથા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવી છે.
શ્રીકાંત નાયરનો એક સમય હતો કે, જ્યારે તેઓ સ્ટેજ પરથી તેઓ સૂર રેલાવે ત્યારે એમના પ્રેક્ષકોનો તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જતો હતો પણ હાલમાં સમય બદલાઈ ગયો છે. જેને લીધે છેલ્લા 2 મહિનાથી તેઓએ સોપારીનો ધંધો શરૂ કર્યો છે. હાલમાં રાજકોટમાં સોપારીનો જથ્થાબંધ તથા રિટેલમાં વેપારની શરૂઆત કરી છે.
સોપારી કાપવાનું કામ પણ તેઓ જાતે જ કરે છે. લોકડાઉનનાં સમયે વિચાર આવ્યો હતો કે, હાલમાં કોઈ ધંધો નથી પણ નવો ધંધો શરૂ કરી હાલની વર્તમાન પરીસ્થિતિમાં પણ સારી રીતે ચાલી શકે ત્યારે લોકોની માંગ તેમજ વર્તમાન સ્થિતિને જોતા સોપારીનો ધંધો શરૂ કરવા માટે પસંદ કર્યું હતું.
તેઓ ફક્ત કલાકાર જ નથી હોતો તેમજ કલાકાર એ પોતે બીજા લોકોની માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે . હાલમાં રાજકોટના ઘણાં કલાકારો એ પણ આ વાક્ય સાર્થક કર્યું છે તેમજ મહામારીની સામે લડત આપીને પોતાની રોજીરોટી કેવી રીતે સારી રીતે ચલાવી શકાય એનું ઉમદા ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.