આપણા દેશની પવિત્ર ભૂમિ પર ઠેર-ઠેર મંદિર આવેલા છે. જ્યાં અલગ અલગ માન્યતાઓ પ્રમાણે મંદિરોનું અનેરું મહત્વ પણ રહેલું છે. ઘણા એવા મંદિરો પણ છે જે ખૂબ જ પ્રાચીન છે અને એ મંદિરો પાછળ દંત-કથાઓ છુપાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે પરંતુ આ મંદિર એટલું રહસ્યમય છે કે જ્યારે પણ વ્યક્તિના તૂટેલા હાડકા પણ મંદિરે જવાથી સાજા થઈ જાય છે.ખરેખર વાત એવી છે પરંતુ એવું પણ કહેવાય છે ને કે જ્યારે દવા કામ નથી લાગતી ત્યારે ભગવાન આસ્થા અને શ્રદ્ધા રાખીને છે દુઆ કરી હોય તે કામ લાગે છે. એવું જ કંઈક આ મંદિર ની રહસ્યમય વાર્તા પાછળ છુપાયેલી છે.
વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના કટની જિલ્લામાં આવેલા એક નાનકડા ગામમાં હનુમાનજીનું મંદિર આવેલું છે કે જે ખૂબ જ પ્રાચીન રહ્યું છે. અને કહેવાય છે કે આ મંદિરે દર્શન કર્યા બાદ દરેક ભક્તો પોતાના દર્દમાં ઘટાડો થયા હોવાને અનુભૂતિ કરતા હોય છે. હનુમાનજીના મંદિરે માન્યતા પ્રમાણે મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે, જેમાં ભક્તોની ભારે ભીડ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે.
એવું કહેવામાં આવે છે કે અહીં લોકોના તૂટેલા હાડકા થોડા દિવસમાં જ જોડાઈ જાય છે.જ્યારે કોઈ પણ ભક્તો પોતાના દર્દથી ખૂબ પીડાતા હોય ત્યારે અંતે તેઓ ભગવાનના દર્શન માટે આવી પહોંચી જાય છે તેમાંથી મોટાભાગના લોકો એવા હોય છે કે જેમના હાથના હરખા તુટેલા હોય છે. તો ક્યારેક પગના કે કોઈ શરીર ના અન્ય ભાગના હાડકા તૂટેલા હોય છે તેઓ જેવા હનુમાનજીના મંદિરમાં પ્રવેશે છે ત્યારે માત્ર ભગવાન પર આસ્થાને શ્રદ્ધા રાખેલી હોય કે તરત જ થોડા દિવસો બાદ ધીમે ધીમે દુખાવો દર્દ પીડા દૂર થતી જણાય છે.
આવું મંદિર માત્ર એક નહીં પણ ઘણા એવા મંદિર હોય છે કે દવા કામ નથી લાગતી ત્યારે ભગવાનની દુઆ કામ લાગે એ કહેવતને સાર્થક કરે. એવું પણ માનવામાં આવે છે કે અહીં આ મંદિરમાં પંડિત અને તેમના સહાયકો પીડિતને પાંદડા અને મૂલ્યારુપી ઔષધી આપે છે જે તેમને ચાવીને ખાવાનું કહે છે. જેનાથી બીમાર વ્યક્તિના હાડકા આપમેળે જોડાવા લાગે છે અને થોડા દિવસમાં થાય છે કે એ તૂટેલા હાડકા પણ સંધાઈ જાય અને દર્દ થી પીડાતો દર્દી પણ સાચો થઈ જાય છે. તને ભક્તો પણ ભગવાન હનુમાનજી પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખે તેમની પૂજા અર્ચના કરે છે.
આ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાના તૂટેલા હાડકાઓને સાજા કરાવવા માટે વીર હનુમાનજી મહારાજના દરબાર ખાતે આવે છે અને હનુમાનજીના દર્શન કરીને ભક્તો પણ હસતા મોઢે ઘરે પરત ફરે છે. અહીં આવનાર દરેક ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક ક્રાંતિદાન ધર્માદો પણ અવશ્ય કરીને જાય છે અને સાંભળ્યું છે કે ત્યાં એક ચમત્કારી તેલ પણ મળે છે. જેનાથી સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત અનુભવાય છે ત્યારે દુનિયાનું સૌથી રહસ્યમય મંદિર પૈકીનું આ એક મંદિર કે જે હડ્ડી જોડ હનુમાન તરીકે પણ જાણીતું બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.