HAL Recruitment 2024: જલ્દી કરો, ડાયરેક્ટ ઇન્ટરવ્યુથી મળી જશે નોકરી

HAL Recruitment 2024: સરકારી નોકરી રાહ જોતા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ કુલ 324 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ બહાર પાડી છે. HAL એપ્રેન્ટિસ ભરતી 2024ની સૂચના અનુસાર, કંપની ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ અને ITI એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ HAL ભરતી 2024 માં ભાગ લેવા માટે 20 મે થી 24 મે 2024 વચ્ચે વોક-ઇન ઇન્ટરવ્યુ (HAL Recruitment without exam) માટે હાજર રહેવું પડશે.

આ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કુલ 324 જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી કરશે. આ ભરતીઓમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 64 જગ્યાઓ, ટેકનિકલ (ડિપ્લોમા) એપ્રેન્ટિસની 35 જગ્યાઓ, જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 25 જગ્યાઓ અને ITI ટ્રેડ એપ્રેન્ટિસની કુલ 200 જગ્યાઓ છે.

શૈક્ષણિક લાયકાત

HAL એપ્રેન્ટિસની ભરતી માટે, ઉમેદવારે ITI અથવા ડિપ્લોમા અથવા સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવું જરૂરી છે.

આ ડોક્યુમેન્ટ જરૂરી

પાસપોર્ટ સાઇઝના બે ફોટા
આધાર કાર્ડ
SSC/10મા માર્કનું પ્રમાણપત્ર
ITI પ્રમાણપત્ર (તમામ સેમેસ્ટર સાથે)
જન્મ પ્રમાણપત્ર (જો SSC પ્રમાણપત્રમાં જન્મ તારીખનો ઉલ્લેખ ન હોય તો)
આરક્ષણ/સમુદાય/જાતિ પ્રમાણપત્ર (SC, ST, OBC, EWS, XSM, PWD/PH) જો લાગુ હોય તો

HAL વૉક-ઇન-ઇન્ટરવ્યુ સ્થળ

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ ઓડિટોરિયમ, તાલીમ અને વિકાસ વિભાગની પાછળ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એવિઓનિક્સ વિભાગ, બાલાનગર, હૈદરાબાદ – 500042 ખાતે લેવામાં આવશે.