સુરત(ગુજરાત): સુરતમાં તાવ બાદ હાથ પગનો દુઃખાવો થતા મોત થયા હતા. આ બનાવ સુરતના પાંડેસરામાં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બન્યો હતો. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા પછી તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એક મહિના પછી 30 ઓગસ્ટે 11 વર્ષનો આ કિશોર બિહારથી સુરત આવ્યો હતો. પરિવારમાં ત્રણ ભાઈ બહેનોમાં શુભમ નામનો આ કિશોર સૌથી મોટો હોવાનું સામે આવ્યું હતું.
મૃતક કિશોરના પિતાના જણાવ્યા અનુસાર, તેઓ મુળ બિહારના રહેવાસી છે અને પાંડેસરના ક્રિષ્ણાનગરમાં રહે છે. ગુરુવારે ત્રણ સંતાનોમાંથી શુભમને અચાનક સામાન્ય તાવ આવ્યો હતો. ત્યારે તેની માતાએ તેને દવા આપી હતી. ત્યારબાદ થોડા સમય માટે સારૂ થઈ ગયું હતું. પરંતુ શુક્રવારે બપોરના સમયે ફરીથી તબિયત વધારે બગડી હતી. રાત્રે અચાનક તેને બંને હાથ પગ દુઃખવા આવ્યા હતાં. વહેલી સવારે શુભમને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શુભમના પિતા ડાઈગ મિલમાં હેલ્પર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
મળતી માહિતી મુજબ, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો થયા પછી ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મુર્ત્યું થયું હતું. બે દિવસ પહેલાં મૃતક હેમંત પાટીલે કોરોનાની વેક્સિન લીધા પછી હાથમાં દુખાવો શરૂ થઈ ગયો હતો તેવું મહેન્દ્રએ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર ડો. આર.ડી. બર્મને જણાવ્યું હતું કે, હેમંતના શંકાસ્પદ મોતને લઈ મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.