ગુજરાતમાં હિંદુ ધર્મ(Hinduism)ના ઘણા મંદિરો(Temples) આવેલ છે તમામ મંદિરનો અલગ અલગ ઈતિહાસ(History) હોય છે ત્યારે આવું જ એક મંદિર સુરેન્દ્રનગર જિલ્લા(Surendranagar)માં હનુમાનજી દાદા(Hanumanji Dada)નું આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિચિત્ર નામના હનુમાનજીના ડેરી કે મંદિરો વગર અહીં શેરીઓમાં હોવા મળતા નથી પરંતુ વઢવાણ(Wadhwan)માં હનુમાનજી દાદા અનેકો મંદિર આવ્યા છે.
તેમજ કહેવામાં આવે છે કે સોથી પ્રાચીન હનુમાન દાદાનું મંદિર ખાંડીપોળ વિસ્તારમાં 100 વર્ષ જુનું આવેલ છે. કહેવાય છે કે અહીં આશરે 90 વર્ષની આસપાસ વડનું ઝાડ હનુમાન દાદાના મંદિર પાછળ આવેલું છે. કહેવાય છે કે 90 વર્ષીય જુના વડના ઝાડના થળમાં હનુમાન દાદાની જીવંત આકૃતિ જોવા મળી હતી.
ઝાડના થળમાં હનુમાન દાદાની જીવંત આકૃતિના દર્શન કરવા માટે ત્યાં ભક્તો મોટી માત્રામાં ઉમટી પડ્યા હતા તેમજ કહેવામાં આવી રહ્યું છે કે વઢવાણના ખાંડીપોળમાં 100 વર્ષ જુના મંદિરની પાછળ ઉભેલ ઝાડમાં હનુમાન દાદા સાક્ષાત દર્શન આપ્યા હતા જેના કારણે ભક્તોમાં હનુમાન દાદા પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ
કહેવામાં આવે છે કે આ ઝાડમાં હનુમાન દાદા જયારે સાક્ષાત દર્શન આપ્યા માટે આવ્યા હતા. તે દરમિયાન વડના ઝાડ પાસે ઉભેલ એક બાળક જોય ગયો હતો અને ત્યાર બાદ મોટી માત્રામાં ત્યાં ભીડ થઇ હતી. જ્યાર બાદ આ મંદિરની માન્યતાઓ વધી ગઈ હતી. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે આ વડના ઝાડમાં જયારે હનુમાન દાદા દર્શન આપવા આવ્યા ત્યારે હનુમાનજીનો મુગટ,ગદા દેખાતી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ એક ચમત્કાર થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.