શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજને કેસુડાના ફૂલનો શણગાર તથા અન્નકૂટ ધરાવાયો

Shri Kashtabhanjan dev darshan: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ( Shri Kashtabhanjan dev darshan) આજ રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે. જેમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી-ખજૂર- ડાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફૂલોનો શણગાર
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી નૌતમપ્રકાશદાસજી સ્વામી-વડતાલ દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી-ખજૂર- ડાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે, હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

500 કિલોથી વધુ કેસુડાના ફૂલોનો શણગાર
આજે શનિવાર નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 500 કિલોથી વધુ કેસુડાના ફૂલનો શણગાર કરાયો છે અને કેસુડાના ફૂલના વાઘા પહેરાવ્યા છે. દાહોદ, પંચમહાલ અને નર્મદાથી લાવ્યા, 500 કિલોથી વધૂ કેસુડો,ખજૂર, ધાણી અને દાળિયા 200 કિલો ઉપરનો અન્નકૂટ, વાઘા, મંદિરે સંતો આને હરિભક્તો 3 કલાકમાં બનાવ્યા છે, આંકડાનો હાર બગસરામાં એક ભક્તે બનવીને મોકલ્યો છે.ત્યારે દાદાનો દિવ્ય શણગાર જોઈને ત્યાં હાજર તમામ ભક્તોના મનને અનેરો આનંદ મળ્યો હતો.