છૂાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા અને નતાશા વિદેશમાં માણી રહ્યા છે રજાઓ? જાણો શું છે હકીકત

Hardik Pandya and Natasha Divorce: ભારતીય ક્રિકટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના લગ્ન જીવનને લઈને હાલમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. તેમના છૂટાછેડા, નતાશાને આપવાની થતી રકમ હોય કે પછી હાર્દિકની પ્રોપર્ટી તેની માતાને નામે કરી હોવાનો ઉલ્લેખ જેવા સમાચારોથી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અફવા ખોટી હોય શકે. કારણ કે તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા(Hardik Pandya and Natasha Divorce) વચ્ચે બધું બરાબર છે અને કપલ વિદેશમાં રજાઓ માણી રહ્યું છે. જી હા, તમે  બરાબર વાંચ્યું છે. જો કે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આ ફક્ત અહેવાલોના આધારે કહેવામાં આવી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ICC T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ સાથે અમેરિકા ગયો નથી. ખેલાડીઓની પ્રથમ બેચમાં હાર્દિકની ગેરહાજરીએ તેના અંગત જીવન વિશેની અફવાઓને વધુ વેગ આપ્યો હતો. તે ન્યૂયોર્કમાં ભારતીય ટીમ સાથે સીધો જોડાશે. ભારતે તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ 1 જૂને રમવાની છે.

હાર્દિક વિદેશમાં રજાઓ માણી રહ્યો છે?
મળતી માહિતી મુજબ મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ 2024ની સફર પૂરી થયા બાદ નવો કેપ્ટન હાર્દિક પંડ્યા રજાઓ ગાળવા માટે વિદેશમાં ગયો છે. હાર્દિકની કપ્તાનીમાં વિશ્વની સૌથી મોટી T20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ સાથે MI દસ ટીમોના પોઈન્ટ ટેબલમાં સૌથી લાસ્ટ હતી. આ તણાવને દૂર કરવા માટે હાર્દિકે રજાઓનો સહારો લીધો છે.તે વિદેશમાં ક્યાં ગયો છે તેનો ખુલાસો થયો નથી. ન્યૂયોર્કમાં પ્રથમ પ્રેક્ટિસ સેશન માટે તે સમયસર ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે.

અહેવાલો અનુસાર, હાર્દિક તેની પત્ની નતાશા સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યો છે અને છૂટાછેડાના સમાચાર ખોટા છે. જો કે સત્ય શું છે તે ફક્ત દંપતી જ જાણે છે. જો કે જ્યારે નતાશાને આ સમાચારો વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને નજરઅંદાજ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન છે
હાર્દિક પંડ્યાની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. બીસીસીઆઈએ તેને આ અભિયાન માટે વાઇસ કેપ્ટન બનાવ્યો છે. IPL સિઝન શરૂ થતા પહેલા જ મોટો નિર્ણય લેતા મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી ચાહકોનો મોટો વર્ગ નારાજ છે. દરેક મેચમાં હાર્દિકને ટ્રોલ કરવામાં આવ્યો હતો. MI ચાહકોને હાર્દિકનું કેપ્ટન બનવું ગમ્યું નહીં અને તેઓએ સ્ટેડિયમમાં ખૂબ બૂમ પાડી.