છેલ્લા કેટલાક દિવસથી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષાઓ રદ થવાને કારણે ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ ભવિષ્ય જોખમમાં છે. લાખો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને અભ્યાસ વાંચન કરીને પરીક્ષાઓની તૈયારી કરી હતી છે. રાતોરાત ગુજરાત સરકારે રદ કરી દેતા ગુજરાતના મોદી ઘેલા યુવાનો પહેલીવાર ભાજપ સરકાર વિરોધ જંગે ચડ્યા છે. પરંતુ તેમની પાસે કોઇ યોગ્ય નેતા હોવાથી બીજું નવનિર્માણ આંદોલન શરૂ કરી શક્યા નથી. સોશિયલ મીડિયામાં આ વિદ્યાર્થીઓ અલગ અલગ મેસેજ મૂકી રહ્યા છે. જેમાં કહેવાઈ રહ્યું છે કે હવે વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન કરશે.
છેલ્લા કેટલાક વર્ષોથી આનંદી બેન સરકાર ગયા બાદ શાસનમાં આવેલા નવા મુખ્યમંત્રીના સાશનકાળમાં અનેક પરીક્ષાઓ રદ થઇ છે. જેના લીધે વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાયા છે. તેનાથી સ્પષ્ટ થયું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી માટે લેવાતી પરીક્ષાઓ લેવાની આવડત કદાચ કોર્પોરેટર માંથી મુખ્ય મંત્રી બનેલા નેતામાં નહીં હોય.
આ તમામ ઘટના વચ્ચે પાટીદાર આંદોલનમાં થી નેતા બનેલા હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે અનેક વિદ્યાર્થીઓ હાર્દિક પટેલને વિદ્યાર્થીઓને થયેલા અન્યાય માટે ન્યાય અપાવવાની લડતમાં નેતાગીરી કરવા વિનંતી કરી રહ્યા હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્ક્રીનશોટ વાયરલ થતાં જ હાર્દિક પટેલ ફરીથી ચર્ચામાં આવે તો નવાઈ નહીં.
વિદ્યાર્થીઓ દ્વારા થયેલા મેસેજ માં વિદ્યાર્થીઓ ભારે તણાવ માં છે એવું કહેવાય રહ્યું છે અને પોતે એક બે વર્ષથી મહેનત કરતા હતા અને પરીક્ષા રદ્દ થતા તેઓનું ભાવિ અંધકારમય બન્યું છે.
એક વિદ્યાર્થી એ તો ત્યાં સુધી કહી દીધું છે કે અમારી આગેવાની લેવા વાળો કોઈ નથી દસ લાખ વિદ્યાર્થીઓ માટે કંઈક કરો હાર્દિકભાઈ. એક દિવસ નક્કી કરો આપણે બધા ભેગા મળી ગાંધીનગર જઈએ .
એક સ્ક્રીનશોટ તો એવો છે, જેમાં હાર્દિક પટેલનો એક વિરોધી હાર્દિક ને વિનંતી કરી રહ્યો છે કે, ગુજરાતમાં સરકાર નહીં પણ તાનાશાહી ચાલે છે. હું તમારો ખૂબ મોટો વિરોધી હતો. પરંતુ હવે માફી માંગું છું.
એક વિદ્યાર્થીએ 20 તારીખે ગાંધીનગર આવવાની વાત કરી છે. જ્યાં હાર્દિક પટેલ નેતૃત્વ કરે તેવું આમંત્રણ આપ્યું છે અને હાર્દિક પટેલે પણ હું પહેલો આવીને ઉભો રહીશ. તેવો જવાબ આપીને વિદ્યાર્થીઓને સહાય કરશે તે વાત કરી છે.
પરંતું આ વાત મોટો મુદ્દો બને તે પહેલાં જ નીતિન પટેલે આવીને પરીક્ષા માટે નવી જાહેરાત કરતા પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે અને હાલ પૂરતું ધોરણ 12 પાસ ઉમેદવારોને ઓન પરીક્ષા આપવા મળશે તેમ જણાવ્યું હતું. આમ એક વાત ચોક્કસ છે કે હજુ પણ હાર્દિક પટેલના હાથમાં કોઈ મુદ્દો આવી જાય તો સરકારને હલાવી શકે છે અને ધાર્યું કરાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.