હાર્દિક પટેલ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે રૂપાણી સરકાર પાસે કરી રહ્યા છે આ માંગ. જુઓ live વિડીયો

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાતની જનતાનું માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાનું વીજબિલ, વિદ્યાર્થીઓની શાળાની ફી અને આગામી દિવસોમાં કોલેજમાં પરીક્ષા યોજાવાની છે તે રદ્દ કરવા બાબતે સરકારને રજૂઆત કરી છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા માં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકડાઉન છે. એટલા માટે હું મારી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડુ છું. લોકડાઉન ન હોત તો રોડ પર ઉતરીને આંદોલન કરીને મારી વાત પહોંચાડતાં મને આવડે છે.

આ વિડીયોમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, હું ગુજરાતના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારને વિદ્યાર્થીઓની શાળાની ફી અને એક સેમેસ્ટરની ફી માફ કરવા માગણી કરૂ છુ. લોકડાઉનમાં શાળાઓ શરૂ થઈ નથી. સ્કૂલ બંધ હોવાના કારણે શાળાઓના પંખા કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. જે શિક્ષકો શાળામાં આવે છે. તેઓને ક્યાંકને ક્યાંક પગાર આપવામાં નહીં આવતો હોય. આ બધી વાતોને ધ્યાનમાં લઈને અત્યારે સ્કૂલના માલિકો પાસે કોઈ ખર્ચો નથી અને વિદ્યાર્થીઓના મા-બાપ છે તેઓના ત્રણ મહિનાથી કામ થયું નથી. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જ મહિને 10થી 15 હજાર રૂપિયા કમાય છે. તેઓને સળંગ ચાર મહિનાની ફી ભરવાની આવશે તો એક સાથે 8થી 10 હજાર રૂપિયા કાઢવા મધ્યમ વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ હશે. એટલા માટે સરકારે તાત્કાલિક જાહેરાત કરવી જોઇએ કે, તમામ સ્કૂલોની ફી માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાની માફ કરવામાં આવે છે.

ભારતની અંદર શિક્ષણનો વેપાર કરવો એ ગેરકાનૂની છે. ભારતનું બંધારણ કહે છે કે, શિક્ષણ મફતમાં આપવું જોઈએ. મારી ગુજરાતની સરકારને નમ્ર વિનંતી છે કે, તમે આદેશ કરો ગુજરાતની તમામ પ્રાઈવેટ સેક્ટરની સ્કૂલોને ફી માફ કરવી જરૂરી છે. બાળકોને ઘરેથી શાળાએ લઈ જવા માટે વાહનની સુવિધાઓ શાળા દ્વારા આપવામાં આવે છે અને તેની ફી લેવામાં આવે છે. કેટલીક શાળાઓ દ્વારા તો એડવાન્સમાં પૈસા લેવામાં આવે છે પરંતુ આ સમયમાં જ્યારે બસો ચાલી નથી ત્યારે શાળાના સંચાલકો દ્વારા વાલીઓને તેમની ફીના પૈસા પરત આપવા જોઈએ.

મારો બીજો મુદ્દો એ છે કે, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આ ચાર મહિનાનો વીજળી બિલ અને ખેડૂતોનું બિલ માફ કરવું સરકાર માટે ફરજીયાત છે. જ્યારે જનતા માટે વીજળી બીલ માફ કરવાની વાત કરીએ છીએ ત્યારે સરકારને મરચી લાગી જાય છે અને ઉદ્યોગપતિઓના વીજ બિલ માફ કરવાની વાત આવે છે ત્યારે તમને મજા આવી જાય છે. આ સરકારે ઉદ્યોગપતિઓ નામ બે લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે, તેમના વીજળી બીલ માફ કર્યા છે એટલે ગુજરાતના લોકોનુ ત્રણ મહિનાનું ચાર મહિનાનું વીજળી બીલ માફ કરવું ખૂબ જરૂરી છે.

રેગ્યુલર ધંધો ચાલતો હોય ત્યારે જ 2,000 વીજળી બિલ આવે તો આપણને પણ તકલીફ થતી હોય છે અને અત્યારના સમય મુજબ બિલ 2,000થી 2,500 રૂપિયા આવતું હોય. એક સાથે ત્રણ કે ચાર મહિનાનું વીજ બિલ ભેગુ થઈને આવશે 10 કે, 12 હજાર રૂપિયા તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ વીજળી બિલ ભરવા માટે સક્ષમ ન હોય. ચાર મહિનાના સમયમાં મધ્યમ વર્ગના લોકો પાસેથી ભવિષ્યનુ આયોજન તદ્દન ખતમ થઈ ગયું છે. તેઓ પાસે કોઈ આયોજન રહ્યું નથી. આવા સંજોગોમાં વીજળી બિલ માફ કરવામાં આવે તો તેઓને મોટી રાહત થશે. આપણે ઉદ્યોગોના વીજ બિલ માફ કરતા હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલ માફ કરવા ખૂબ જ જરૂરી છે.

પરીક્ષા બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નેતાઓને વિધાનસભામાં નથી જવું. નેતાઓ સચિવાલય જઇને કામ નથી કરવું અને વિદ્યાર્થીઓને મોતના મુખમાં મોકલવા છે. મારી એક વિનંતી છે કે, અત્યારે પરીક્ષા જરૂરી છે કે જીવ. પરિવાર જરૂરી છે કે, પર્સન્ટેજ. આ વસ્તુ સરકારે સમજવાની જરૂર છે. આ તમામના જીવ પરીક્ષાના કારણે જોખમમાં આવશે તો જવાબદારી કોણ લેશે. સરકારે 25 જૂનની પરીક્ષા રદ્દ કરીને તમામ વિદ્યાર્થીઓને સેમેસ્ટરના આધારે ઇન્ટરનલ માર્કસના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોશન આપવું જરૂરી છે. અમદાવાદના મોટા ભાગની હોસ્ટેલો કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામમાંથી જે વિદ્યાર્થીઓ આવશે તેઓને કવોરેન્ટાઇન કરી દેવામાં આવશે. આ પરિસ્થિતીને જોતાં પરીક્ષા રદ્દ કરીને તમામ વિદ્યાર્થીઓને સેમેસ્ટરના આધારે ઇન્ટરનલ માર્કસના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોશન આપવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *