ગુજરાત(Gujarat): હાલમાં કોંગ્રેસ(Congress) અને આપ(AAP)ની પરિસ્થિતિ દિવસેને દિવસે ગુજરાતમાં કથળી રહી છે આવતીકાલે જયરાજસિંહ પરમાર(Jayaraj Singh Parmar) અને બીજા અન્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસમાં કોરાણે મુકાયેલા હાર્દિક પટેલ(Hardik Patel)એ રણશિંગુ ફૂંક્યું છે.
હાર્દિક પટેલે કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કરવાને બદલે ભાજપ સામે ફરીથી આંદોલન કરવાની જાહેરાત કરી છે આ આંદોલન પોતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદનો ત્યાગ કરીને આંદોલન કરશે તેવી જાહેરાત કરી છે. ભાજપ સરકાર તેને દસ વરસની સજા કરશે તો પણ તે 38 વર્ષે વિધાનસભાની ચૂંટણી લડશે તેવી વાત કરીને તેણે દૂધ અને દહીં બને તરફ પગ રાખ્યો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવામાં આવે તો હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પાટીદાર સમાજના આંદોલનકારીઓ પર થયેલા કેસની આડમાં પોતાનું રાજકીય મહત્વ વધારવા માટેનો પ્રયત્ન ગણી શકાય. પોતે મીડિયા લાઈમલાઈટમાં હાલમાં દેખાઈ રહ્યા નથી. ગુજરાત કોંગ્રેસમાં હાલ તેનું મહત્વ વધી રહ્યું છે પરંતુ તેનું રાજકીય પ્રભુત્વ ગુજરાતમાં ટકાવી રાખવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે હાર્દિક પટેલ એક કેસમાં બે વર્ષની સજા થઇ ચુકી છે જેમાં હાલમાં તે જામીન પર બહાર છે.
પાટીદાર આંદોલનકારીઓ પર થયેલા કેસ અંગે વાત કરતા તેણે કહ્યું કે ભાજપ સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરી રહી છે પરંતુ કેસ પાછા ખેંચી રહી નથી. પત્રકારો દ્વારા કોંગ્રેસમાં તેનું મહત્વ નથી, કોંગ્રેસ માત્ર તેનો ઉપયોગ કરી રહ્યું છે. તેવા સવાલ કરતાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હસી નાખ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભૂતકાળમાં પાટીદાર આંદોલનમાં તેના સાથે રહેલા અને હાલમાં કોંગ્રેસમાં હોદ્દેદારો હોય તેવા નેતાઓ દેખાયા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં આનંદીબેન પટેલ સરકાર વખતે ઘણા કેસ પાછા ખેંચાયા હતા તે માટે આભાર પણ માન્યો હતો પરંતુ વિજય રૂપાણી સરકારે માત્ર વાતો કરી છે પરંતુ કોઈ કેસ પાછા ખેચ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.