Hardoi Tantrike cheated woman: ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં તંત્ર-મંત્ર દ્વારા કરોડો રૂપિયા આપવાની લાલચ આપી તાંત્રિકે મહિલાના ફોટો અને વિડીયો બનાવી વાયરલ કરી દીધા. (Hardoi Tantrike cheated woman:)સાથે આરોપી તાંત્રિકએ જમીનમાંથી સોનું કાઢવાના નામે મહિલાના અસલી ઘરેણાંની જગ્યાએ નકલી ઘરેણા આપી ઠગાઈ કરી છે. ઘટના બાદ મહિલા દ્વારા ઉઘરાણી કરવાની લીધે આરોપી તાંત્રિકે મહિલાના અશ્લીલ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે.
અંધવિશ્વાસની ઝાળમાં ફસાયેલી પીડીત મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જાણ થયા બાદ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
તાંત્રિકે લૂંટ્યા ઘરેણા
હરદોઇ જિલ્લાના સાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી મહિલા સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસને જણાવ્યું કે પંચદેવરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગજહા ગામમાં રહેતો અનમોલ તંત્ર મંત્ર કરે છે. તેણે મહિલાને કરોડો રૂપિયા તંત્ર મંત્ર દ્વારા આપવાની લાલચ આપી હતી. સાથે જ તંત્ર મંત્ર દ્વારા અસલી સોનાને ડબલ કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું. જેને લઇ તેને પોતાના લગ્નમાં મળેલ હાર તંત્ર મંત્ર કરવા માટે આપી દીધો હતો. ત્યારબાદ તેણે જમીનમાં ઘરેણાને માટી નીચે દબાવી દીધા અને તંત્ર મંત્રની પ્રક્રિયા શરૂ કરી દીધી. તેણે તંત્ર મંત્ર દરમિયાન મહિલા અને કપડા ઉતારવા માટે પણ કહ્યું હતું. આ દરમિયાન તેને મહિલાના અશ્લીલ ફોટો અને વિડીયો બનાવી લીધા હતા.
મહિલાનો અશ્લીલ વિડીયો બનાવ્યો
હરદોઇમાં ઠગનો શિકાર થયેલી મહિલાએ કહ્યું કે તાંત્રિકે તેના અસલી હારની જગ્યાએ નકલી હાર આપ્યો હતો. પરંતુ તેણે જ્યારે ચેક કરાવ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાંત્રિક અનમોલ પાસે તેનો અસલી સોનાનો હાર પાછો આપવાની વાત કરી તો તેને ધમકાવતા કહ્યું કે તેના અશ્લીલ વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. અંધવિશ્વાસની ઘટનાથી પોતાનું બધું જ ગુમાવી ચૂકેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ઠગ તાંત્રિક અનમોલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
પીડીતાએ કેસ નોંધાવ્યો
ઉપરી પોલીસ અધિક્ષક નુપેન્દ્ર સિંહએ કહ્યું કે પીડિત મહિલાઈ હરદોઇ જિલ્લાના સાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંત્ર મંત્રથી સોનું બે ગણું કરવાની લાલચ આપી, દેવરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગજહામાં રહેતા અનમોલ પર ઠગાઈનો કેસ નોંધી લીધો છે. તેમજ આરોપી દ્વારા મહિલાના અશ્લીલ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સાંડી પોલીસે કેસ નોંધી લીધો છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App