વડોદરાના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું છે. વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે રાત્રે તેઓ અવસાન પામ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, સંતો અને દેશ વિદેશના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે, તેઓ શ્રી યોગી ડીવાઇન સોસાયટી ના પ્રણેતા પણ હતા.
હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જતી વખતે રસ્તા પર મોટી સંખ્યામાં ભારે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ભક્તો પણ આ કાફલાની સાથે વાહનો લઈને જોડાણા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ હરિભક્તોને હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનનો લાભ મળે તે માટે મંદિર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી હરિભક્તોને વિવિધ સમયની ફાળવણી કરવામાં આવી છે. દર્શન દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન ઉભી થાય તે માટે 150 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
હરિભક્તો સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે કરાઈ ખાસ વ્યવસ્થા:
- સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં કૃષ્ણજી પ્રદેશના ભક્તો દર્શન કરશે
- સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં જ્ઞાનયજ્ઞ પ્રદેશ, સેવાયજ્ઞ પ્રદેશના ભક્તો કરશે દર્શન
- બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં પુરુષોત્તમ પ્રદેશ, સર્વાતીત પ્રદેશના ભક્તો દર્શન કરશે
- બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં જાગા સ્વામી પ્રદેશ, અક્ષર પ્રદેશના ભક્તો કરશે દર્શન
- સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં આત્મીય પ્રદેશના ભક્તો કરી શકશે દર્શન
- સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં યોગીસૌરભ પ્રદેશ, ભગતજી પ્રદેશના ભક્તો કરી શકશે દર્શન
હરિપ્રસાદ સ્વામીના બાળપણના મિત્ર પ્રભુદાસ પટેલે તેમના અંતિમ દર્શન કર્યા હતા અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. પ્રભુદાસ પટેલે કહેતા જણાવ્યું હતું કે, તારો સાથ નહીં છોડું તેવું કહીને હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયાં છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, સ્વામીજીએ મારા જીવનના તમામ સુખ અને દુઃખમાં મને સાથ આપ્યો છે અને અમારું જીવન અને ગામને ઉજ્જવળ બનાવ્યું છે.
હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને મંગળવારના 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શન માટે મુકવામાં આવશે. ત્યાર પછી 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ સાથે કરવામાં આવશે. જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપશે. પ્રદેશ મુજબ દર્શન માટેનો સમય અને દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
હરિપ્રસાદ સ્વામીજીની તબિયત હમણાં ઘણા સમયથી ખુબ જ ગંભીર હતી અને તેઓ નાદુરસ્ત હતા. મહત્વનું છે કે, સ્વામીજીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમનું વારંવાર ડોક્ટર દ્વારા ચેકઅપ પણ કરવામાં આવતું હતું. જોવા જઈએ તો સ્વામીજીની તબિયત લથડતા સાંજના સમયે સ્વામીજીને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જોકે મોડી રાત્રે તબિયત લથડતા સ્થાનિક ડોક્ટર્સ દ્વારા સ્વામીજીની સારવાર શરુ કરવામાં આવી હતી. પરંતુ રાતે 11 વાગ્યે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. સ્વામીજી અક્ષર નિવાસી થયાના સમાચાર વાયુવેગે ભક્તો પાસે પૂગતા હરિભક્તોમાં ભારે શોક વ્યાપ્યો હતો.
અમે તમને જણાવી દઈએ કે , સ્વામી હરિપ્રસાદજી બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંત અને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓને જન્મ 1934માં થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.