Start of Surya Namaskar Abhiyan: ગુજરાત રાજ્યમાં પહેલીવાર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. આ યોગાભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા ગુજરાત સરકાર દ્વારા નવતર અભિગમ શરૂકરવામાં આવ્યો છે, આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ(Start of Surya Namaskar Abhiyan) રમતગમતમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સુર્ય નમસ્કાર મહાઅભિયાન ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષાએ યોજાવવાનો છે. અંદાજે 20,000થી વધુ સ્થળોએ એક સાથે આ મહાઅભિયાનનો શુભારંભ કરાયો છે. આ સાથે વિજેતાઓને લાખોના રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે.
વડાપ્રધાન મોદીના ફિટ ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા માટે સમગ્ર ગુજરાતમાં શિયાળાની સવારે એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેનો શુભારંભ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા સમગ્ર ગુજરાતમાં દરરોજ અલગ અલગ જિલ્લા માં યોજાય છે. મહત્વનું છે કે શિયાળા માં શરીર ને ફિટ રાખવા કસરત ખૂબ જરૂરી છે જેથી રાજ્ય સરકારે સ્પર્ધા રૂપી કસરત નું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં જે વિજેતા બનશે. તેમને વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી એ મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય ન પહેલા કિરણ સાથે સ્પર્ધા યોજાશે.. તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષાએ સ્પર્ધા ૨૩ મી ડિસેમ્બરે, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ ૨૬ મી ડિસેમ્બરે અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા ૩૦ મી ડિસેમ્બરે સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતા થનાર પ્રથમ ને 2.50 લાખ બીજા ને 1.75 લાખ અને ત્રીજા ને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે..આમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા ટ્રેનર ને સાથે રાખી અલગ અલગ જિલ્લા અને તાલુકાઓ માં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે.
ત્યારે આ પ્રંસગે હર્ષ સંઘવીએ કહ્યું કે, આજના દિવસે ગુજરાતના ૧૩,૭૪૮ ગામડાઓ, નગરપાલિકાના ૧,૧૧૩ વોર્ડ અને મહાનગરપાલિકાના ૧૭૦ વોર્ડના કુલ ૮,૫૩,૩૮૫ સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને ૨૦૨૪ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.
સ્પર્ધા દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોની સામેલગીરીને ઐતિહાસિક ગણાવી હતી.વધુમાં જણાવ્યું કે, યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. ત્યારે બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે, સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ૧૫ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે. જે આનંદની વાત છે. આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube